- MS યુનિવર્સિટીમાં નમાઝ પઢવાનો વીડિયો થયો વાયરલ
- 3 વિદ્યાર્થીઓ નમાઝ પઢી રહ્યાં હોવાનો વીડિયો વાયરલ
- અગાઉ પણ નમાઝના વીડિયો મુદ્દે થયા હતા વિવાદ
વડોદરાની MS યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. જેમાં MS યુનિવર્સિટીમાં નમાઝ પઢવાનો વીડિયો વાયરલ થયો છે. તેથી કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ વિરોધ વ્યક્ત કર્યો છે. યુનિવર્સિટીમાં નમાઝ અદા કરનાર સામે પગલાં લેવા માગ કરવામાં આવી છે.
કોમર્સ ફેકલ્ટીમાં શિવ મંદિર નજીક નમાઝનો વીડિયો વાયરલ
કોમર્સ ફેકલ્ટીમાં શિવ મંદિર નજીક નમાઝનો વીડિયો વાયરલ થતા વિદ્યાર્થીઓમાં આક્રોશ ફેલાયો છે. 3 વિદ્યાર્થીઓ નમાઝ પઢી રહ્યાં હોવાનો વીડિયો વાયરલ થયો છે. વિજિલન્સ અને સિક્યુરિટી સામે સવાલો ઉભા થયા છે. અગાઉ પણ નમાઝના વીડિયો મુદ્દે વિવાદ થયા હતા. ત્યારે આ મુદ્દે MS યુનિવર્સિટીના PROએ જણાવ્યું છે કે અગાઉ વિવાદ આવ્યો ત્યારે સમિતિ બનાવી હતી. અમે આ વિદ્યાર્થીઓને સમજાવ્યા પણ હતા. અમે આ મુદ્દે તપાસ કરીશુ.
યુનિવર્સિટીમાં નમાઝ અદા કરનાર સામે પગલાં લેવા જોઈએ
એમ.એસ.યુનિવર્સિટીમાં નમાઝના વીડિયો વાયરલ થવાના મામલે કોમર્સ ફેકલ્ટી ખાતે વાયરલ વીડિયોનો કિસ્સો હોટ ફેવરિટ બન્યો છે. તેથી કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ વિરોધ વ્યક્ત કર્યો છે. તેમજ વિદ્યાર્થીઓ જણાવી રહ્યાં છે કે MS યુનિવર્સિટીમાં નમાઝ અદા કરનાર સામે પગલાં લેવા જોઈએ.









