વડોદરા જિલ્લા કલેકટર ડભોઇની મુલાકાતે પધાર્યા હતા. ત્યારે રેફરલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં હોસ્પિટલના વહીવટીતંત્ર સહિત દાખલ દર્દીઓની અને કુપોષણ બાળકોની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન દરેક વૉર્ડ વિભાગમાં તપાસ કરી હતી. વડોદરા જિલ્લા કલેકટર અનિલભાઈ ધામલીયા ડભોઇની મુલાકાતે પધાર્યા હતા. ત્યારે તેઓની સાથે ડેપ્યુટી કલેકટર રવિરાજસિંહ પરમાર મામલતદાર પી.આર સંગાડા તેમજ તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણા સહિતના અધિકારીઓ કર્મચારીઓ રેફરલ હોસ્પિટલ ખાતે સમગ્ર ટીમ પહોંચી હતી. જ્યાં તપાસમાં કુપોષણ બાળકો સહિત વૉર્ડના દર્દીઓની મુલાકાત લીધી હતી. તેમજ હોસ્પિટલમાં શું જરૂરિયાત છે. તેની ચર્ચા કરાઇ હતી. અને દર્દીઓ માટે વધારાની શું સુવિધા કરવી એ મુજબની તપાસ હાથ ધરી રવાના થયા હતા.



  • Follow us on: