વાઘોડિયા પોલીસ દ્વારા છેલ્લા બે દિવસમાં થી વાઘોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના ગુનાહિત ઈતિહાસ ધરાવતા અસામાજિક તત્વોને પોલીસ સ્ટેશનને બોલાવી કોઈપણ અસામાજિક પ્રવૃત્તિ જનાશે તો તેઓ વિરુદ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તે બાબતે ચેતવણી આપવા વાઘોડિયા પી.આઈ જાડેજાએ 15 ઇસમોને પોલીસ સ્ટેશનને બોલાવ્યા હતા.
ગુજરાત રાજ્યના ગૃહ મંત્રીની સૂચનાથી 100 કલાકમાં રાજ્યના અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી કાર્યવાહી કરવાની સૂચના ની યાદી તૈયાર કરવામાં આવી છે ત્યારે વાઘોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના ગુનાહિત ઇતિહાસ ધરાવતા 15 જેટલા ઇસમોને પોલીસ સ્ટેશન બોલાવી કાયદામાં રહેવા સૂચના આપવામાં આવી હતી અને કાયદા અને વ્યવસ્થાની ભાન રહે અને કોઈ અજક તો બનાવ ન બને તે માટે પોલીસે સૂચના આપવામાં આવી હતી










