વાઘોડિયા તાલુકાના સોમેશ્વરપુરા ગામ નજીક બાઇક ઝાડ સાથે અથડાતા એકનું સ્થળ ઉપર જ મોત થયું હતું. જ્યારે બીજાને ઇજા થતાં 108 મારફ્તે દવાખાને ખસેડાયો હતો
સાવલી તાલુકાના પીલોલ ગામના નાનપુરા ફળિયામાં રહેતા મુકુંદ ફ્તેસિંગ સોલંકી (ઉં.27) તથા તેના મિત્ર અજય રાજેન્દ્ર પરમાર કે, જેઓ હાલોલ તાલુકાના કાકરાડુંગરી ગામે સંબંધીને ત્યાં પોતાની બાઈક લઈને બેસણામાં ગયા હતા. જ્યાં બેસણું પતાવીને પોતાની બાઈક લઈને બાઈક ચાલક મુકુંદ ફ્તેસિંગ સોલંકી (ઉં.27) પોતાની બાઈક લઈને વાઘોડિયા થઈ ખંધા ગામની આગળ સોમેશ્વરપુરા ગામના પાટીયા પાસેથી પોતાની મોટરસાઇકલ પૂર ઝડપે ગફ્લતભરી રીતે હંકારી રોડની બાજુમાં ઝાડ સાથે અથાડી પોતાના શરીરે તેમજ મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જેથી તેનું ચાલક મુકુંદ ફ્તેસિંહ સોલંકીનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે બાઈક પાછળ બેઠેલ અજય રાજેન્દ્ર પરમારને પણ નાની મોટી ઈજાઓ થતા 108 મારફ્તે દવાખાને ખસેડાયો હતો. આ અંગેની જાન ફ્તેસિંગ કાળીદાસ ભાઈ પરમારે વાઘોડિયા પોલીસને આ બનાવની જાણ કરી હતી. આ અંગે વાઘોડિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.










