વાઘોડિયા તાલુકાના ખેરવાડી ગામ ની સીમમાં લહેરાતા ઘઉંના પાકને ગામના ત્રણ યુવકો કાપી ગયા હતા તેથી ખેડૂતને 2.59 લાખનું નુકસાન થયું હોવાની વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વાઘોડિયા તાલુકાના ખંધા ગામના ખેડૂત કંચનભાઈ પરસોતમભાઈ પટેલે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ આપતા જણાવ્યું હતું કે તેમની જમીન ખેરવાડી ગામની સીમમાં આવેલી છે તેમાં તેઓએ ઘઉંનો પાક લીધો છે 19મી તારીખે સવારે 11:00 વાગે તેઓ પોતાના ખેતરમાં ગયા ત્યારે જાન થઈ હતી કે તેમના ઘઉંના ખેતરમાં ગામના જ અશોકભાઈ રણછોડરાય તથા હાર્દિકભાઈ રાકેશભાઈ પટેલ બંને રહે ખેરવાડી તથા રમેશભાઈ ખીમજી રાઠવા રહે ખેરવાડી વસાહત ના ઓ ખેતરમાં ઘૂસી ગયા હતા અને 70 ક્વિન્ટલ ઘઉં ના પાકને કાપી લઈ ગયા હતા તેથી તેમને 2.59 લાખનું નુકસાન થયું હતું જેથી તેઓએ ત્રણ ઈસમો સામે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.










