વલસાડના મધુબન ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે. દમણ ગંગા નદીનું પાણી મધુબન ડેમમાં છોડવામાં આવી રહ્યું છે. મધુબન ડેમમાં દમણ ગંગા નદીનું પાણી છોડવામાં આવતા ડેમમાં પાણીની આવક થઈ છે. જેને લઈને મધુબન ડેમના 8 દરવાજા 1.3 મીટરે ખોલવામાં આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી જેને લઈને રાજ્યમાં અનેક જિલ્લામાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. જેને લઈને અનેક નદીઓમાં નવા નીર આવ્યા હતા.


[[$googlead]]

મધુબન ડેમમાં પાણીની આવક 11886 ક્યૂસેક

મધુબન ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. જેમાં મધુબન ડેમમાં પાણીની આવક 11886 ક્યૂસેક નોંધાઈ હતી. જ્યારે મધુબન ડેમમાં પાણીની જાવક 38050 ક્યૂસેક થઈ હતી. ઉપરવાસમાં વરસાદને લઇ ડેમમાં પાણીની આવક વધી હતી. વલસાડ જિલ્લામાં 6 ઇંચ વરસાદ નોંધાયો હતો. ત્યારે આ ભારે વરસદસના કારણે અનેક જગ્યા પર પાણી ભરાય જવાથી સમસ્યા ઊભી થઈ હતી.

[[$alsoread]]


  • Follow us on: