• પ્રફૂલ પટેલને રાજાની જેમ તમારી પર બેસાડી દેવાયા : રાહુલ ગાંધી 
  • કોગ્રેસ કહે છે સંસ્કૃતિનુ સન્માન થવુ જોઈએ : રાહુલ ગાંધી 
  • શિક્ષણ વિભાગમાં પણ અભણ લોકોને બેસાડાયા : રાહુલ ગાંધી 

ગુજરાતમાં રૂપાલાના નિવેદન બાદ છેડાયેલા ક્ષત્રિય આંદોલનની વચ્ચે રાહુલ ગાંધીએ રાજા મહારાજાઓ અંગે કરેલું એક નિવેદન સામે આવતા નવો વિવાદ સર્જાયો છે. આ વિવાદની વચ્ચે રાહુલ ગાંધી આજે સંઘપ્રદેશ દમણમાં જાહેરસભાને સંબોધન કરવા આવી પહોંચ્યા છે. દમણ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલ અને દાદરા નગર હવેલી બેઠકના ઉમેદવાર અજીત માહલા માટે રાહુલ ગાંધી પ્રચાર કરશે સાથે સાથે દમણથી તેમણે જનસભાને સંબોધી હતી.ગુજરાતમાં રૂપાલાના નિવેદન બાદ છેડાયેલા ક્ષત્રિય આંદોલનની વચ્ચે રાહુલ ગાંધીએ રાજા મહારાજાઓ અંગે કરેલું એક નિવેદન સામે આવતા નવો વિવાદ સર્જાયો છે.

[[$googlead]]

જાણો સભામાં શું કહ્યું રાહુલ ગાંધીએ

[[$alsoread]]

રાહુલ ગાંધીએ દમણમાં જનસભાને સંબોધી હતી,તે દરમિયાન તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા,પ્રફુલ પટેલને રાજાની જેમ બેસાડી દેવાયા છે,બંધારણને ખતમ કરવાનો ભાજપ આરએસએસનો પ્રયાસ છે,દેશમાં લોકતંત્રને ખતમ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે,રાહુલ ગાંધીને દમણમાં ફરીથી રાજા યાદ આવ્યા અને એ રાજા એટલે પ્રફૂલ પટેલ,પ્રફુલ પટેલને દિલ્હીથી બેસાડાયા છે.સંવિધાને કરોડો લોકોને આરક્ષણ આપ્યુ છે,શિક્ષણ વિભાગમાં પણ અભણ લોકોને બેસાડાયા છે.તો બીજી તરફ દમણ બીચનું ખાનગીકરણ કરવામાં આવશે,કોગ્રેસ કહે છે સંસ્કૃતિનુ સન્માન થવુ જોઈએ પણ તે થતુ નથી,દેશમાં નોટબંધીથી કોઈને પણ ફાયદો નથી થયો,ખેડૂતોનો એક પણ રૂપિયો માફ નથી કરાયો,નાના વેપારીઓને ખતમ કરી દેવાયા છે,જીએસટીથી કોઈને ફાયદો નથી થયો,પ્રફૂલ પટેલ એડમિનિસ્ટ્રેટિવ નહી પણ રાજાની જેમ વર્તે છે.રાહુલ ગાંધીએ યુવાનોને અને મહિલાઓને આપ્યુ વચન,કહ્યું બેરોજગાર યુવાનોને દર મહિને 8500 રૂપિયા મળશે અમારી સરકાર આવશે તો.વધુમા રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, દિલ્હીમાં અમારી સરકાર આવશે એટલે પ્રફુલ પટેલને બે મિનિટમાં જ અહીંથી આઉટ કરી દેવાશે. સભામાં ઉપસ્થિત લોકોને કહ્યું- મોદીજીએ તમારો મૂડ ખરાબ કરી રાખ્યો છે તે હું ઠીક કરવા માટે આવ્યો છું.

રાહુલ ગાંધીના એક નિવેદનથી ક્ષત્રિયોમાં રોષ

કર્ણાટકની એક સભામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજા મહારાજાઓ અંગે ટિપ્પણી કરી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર કર્ણાટકના બેલ્લારીમાં રાહુલ ગાંધીના ભાષણની 20 સેકન્ડની વીડિયો ક્લિપ શેર કરી હતી. જેમાં તેઓ કહેતા સાંભળવા મળે છે કે,રાજા-મહારાજાઓનું રાજ હતું, તેઓ જે ઈચ્છતા તે કરતા હતા, કોઈને જમીનની જરૂર હોય તો તે છીનવી લેતા હતા.

  • Follow us on: