• દરવાજામાં ટેકનીકલ ખામી સર્જાતા ટ્રેનમાંના ટેકનીશયને ક્ષતિ દૂર કરી

  • અમદાવાદ જવા માટે 16 મિનિટ મોડી ઉપડી
  • ટ્રેન સુરત રેલવે સ્ટેશને 8 કલાક 55 મિનિટે આવે છે

મુંબઇ થી ગાંધીનગર જતી વંદે ભારત ટ્રેન સોમવારે રેલવે સ્ટેશન ઉપર આવ્યા બાદ ઉપડવાના સમયે દરવાજા બંધ નહી થતા સર્જાયેલી ખામીના લીધે દોડધામ મચી ગઇ હતી. આખરે ટ્રેનમાંના ટેકનીશયનેજ ક્ષતિ દુર કરી ટ્રેન આગળ જવા દેવા માટે રવાના કરી હતી.

મુંબઇ થી ગાંધીનગર જતી વંદે ભારત ટ્રેન સવારે છ કલાકે ઉપડે છે. આ ટ્રેન સુરત રેલવે સ્ટેશને 8 કલાક 55 મિનિટે આવે છે.જયારે વડોદરા રેલવે સ્ટેશને ટ્રેન 10 કલાક 13 મિનિટે આવવાનો સમય છે. વંદે ભારત ટ્રેન સોમવારે સવારે 10 કલાક 37 મિનિટે આવી પહોંચી હતી. વડોદરા રેલવે સ્ટેશન ઉપર ટ્રેનનો 3 મિનિટનો હોલ્ડ આપવામાં આવ્યો છે. સોમવારે ટ્રેન વડોદરા રેલવે સ્ટેશને આવી પહોંચી હતી. ત્યારબાદ ટ્રેન ઉપડવાનો સમય થયો હતો. ત્યારે ટ્રેનના દરવાજા બંધ જ થયા ના હતા. દરવાજા બંધ થવાની સીસ્ટમ એકાએક ફેઇલ થઇ ગઇ હતી. દરવાજા બંધ થઇ શકયા નહી હોવાથી ટ્રેન ઉપડી શકી ના હતી. જેના પગલે ટ્રેનમાંજ ટેકનીકલ ક્ષતિ દુર કરવા માટે ટેકનીશયન રખાય છે. જેને ગણત્રીની મિનિટોમાંજ આ ક્ષતિ દુર કરી હતી. ટ્રેનના દરવાજા બંધ થયા હતા. આ કામગીરી બાદ ટ્રેન 10 કલાક 56 મિનિટે ઉપડીને આગળ રવાના થઇ હતી. ટ્રેન 10 કલાક 40 મિનિટે ઉપડવાની હતી. આથી ટ્રેન 16 મિનિટ મોડી ઉપડી હતી. વંદે ભારત ટ્રેન વડોદરા રેલવે સ્ટેશનથી આગળ જવા માટે રવાના થતા રેલવે સ્ટેશનના અધિકારીઓેએ રાહતનો દમ લીધો હતો.


  • Follow us on: