- પ્રધાનમંત્રી ટ્રેનનું લોકાર્પણ કરે તે પહેલા લેવાયું ટ્રેનનું ટ્રાયલ
- અમદાવાદથી વિરમગામ વચ્ચે ટ્રેનનું ટ્રાયલ થયુ હતુ
- ગુજરાતને ત્રીજી વંદે ભારત ટ્રેન મળી છે
PM નરેન્દ્ર મોદીએ ગુજરાતની જનતાને મોટી ભેટ આપી છે. PM મોદીએ વર્ચ્યુઅલી ટ્રેનને લીલીઝંડી આપી છે. તેમાં અમદાવાદથી જામનગર વચ્ચે વંદે ભારત ટ્રેન શરુ થઇ છે. વડાપ્રધાને ટ્રેનનું લોકાર્પણ કરે તે પહેલા ટ્રેનનું ટ્રાયલ લેવાયું હતુ. જેમાં અમદાવાદથી વિરમગામ વચ્ચે ટ્રેનનું ટ્રાયલ શરુ કરવામાં આવ્યું હતુ. આમ ગુજરાતને ત્રીજી વંદે ભારત ટ્રેન મળી છે.
દેશને વડાપ્રધાને વધુ 9 વંદે ભારત ટ્રેનની ભેટ આપી
વડાપ્રધાને વધુ 9 વંદે ભારત ટ્રેનની ભેટ આપી છે. વડાપ્રધાન મોદી આજે 9 વંદે ભારતને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ 9 ટ્રેન શરૂ થતા ભારતમાં વંદે ભારત ટ્રેનની સંખ્યા 33 થઇ છે. ત્યારે આજે જામનગર- અમદાવાદ, હૈદરાબાદ-બેંગલુર, કાસરગોડ-તિરૂવનંતપુરમ, જયપુર-ઉદયપુર, પટના-હાવડા, રાંચી-હાવડા, ચેન્નઈ-તિરૂનેલવેલી, પુરી-રાઉરકેલા, વિજયવાડા-ચેન્નઈ વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ થઈ છે.
સપ્તાહમાં છ દિવસ ટ્રેન દોડશે
9 ટ્રેનની ભેટ સાથે ગુજરાતમાં સૌરાષ્ટ્રને પહેલી વંદે ભારત ટ્રેન મળતા સૌરાષ્ટ્રવાસીઓમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો. ત્યારે આ ટ્રેન જામનગરથી અમદાવાદ વચ્ચે પ્રથમ વંદે ભારત ટ્રેન દોડશે. તેમજ આ ટ્રેન 6 સ્ટોપ કરશે. જેમાં જામનગરથી રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી અને અમદાવાદ સુધી વંદે ભારત ટ્રેન દોડશે. આ ટ્રેન વહેલી સવારે 5.30 વાગ્યેથી રવાનાં થશે અને સપ્તાહમાં છ દિવસ ટ્રેન દોડશે. ત્યારે હવે વંદે ભારત ટ્રેનમાં જામનગરથી અમદાવાદ સુધી 955 રૂપિયામાં મુસાફરી કરી શકશે.
જામનગરથી અમદાવાદ વંદે ભારત ટ્રેનનાં ભાડાની વિગતો:
- ચેર ક્લાસ અને એક્ઝિક્યુટિવ ક્લાસના ભાડાનો દર આવ્યો સામે
- જામનગરથી અમદાવાદ જવા માટે રૂપિયા 955થી 1790
- રાજકોટથી અમદાવાદ માટે રૂપિયા 810થી 1510
- વાંકાનેરથી અમદાવાદ માટે રૂપિયા 740થી 1370
- સુરેન્દ્રનગરથી અમદાવાદ માટે રૂપિયા 610થી 1110
- વિરમગામથી અમદાવાદ માટે રૂપિયા 440 થી 825









