- બુધવારે અને શનિવારે SVP ની લેબોરેટરીમાં 50 ટકાના દરે ટેસ્ટ થશે
- પ્રાયોગિક ધોરણે શરૂ કરેલ યોજના 31 માર્ચ 2025 સુધી લંબાવવામાં આવી
- બ્લડ, યુરિન, CRP, ડેન્ગ્યુ સહિતના 30 ટેસ્ટ રાહત દરે થશે
લોકોના સ્વાસ્થ્ય માટે અમદાવાદ મનપા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ મનપા સંચાલિત SVP હોસ્પિટલમાં 50 ટકાના દરે કેટલાંક ટેસ્ટો કરી આપવામાં આવશે. આ અંગે મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ શહેરીજનો માટે મહત્વનો નિર્ણય લીધો છે.
થોડાં સમય પહેલાં અમદાવાદની SVP હોસ્પિટલની લેબોરેટરીમાં બ્લડ, યુરિન, CRP, ડેન્ગ્યુ સહિતના 31 ટેસ્ટ રાહત દરે કરી આપવાનો પ્રાયોગિક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રાઇવેટ લેબમાં એક હજારથી બે હજારમાં થતાં ટેસ્ટ SVP માં 50 ટકા ઓછા દરથી થશે. જેનો લોકોને સીધો લાભ મળશે.
આ માટેની વ્યવસ્થા પ્રાયોગિર ધોરણે બુધવારે અને શનિવારે શરૂ કરવામાં આવી હતી. જે પ્રક્રિયાને આગામી 31 માર્ચ 2025 સુધી લંબાવવામાં આવી રહી છે. આ અગાઉ AMC દ્વારા 25 ઓક્ટોબરથી 31 માર્ચ 2024 એમ છ મહિના સુધી 50 ટકા રાહત દરે વિવિધ પ્રકારના 1067 જેટલા ટેસ્ટની વ્યવસ્થા હતી.
કેવી રીતે લઈ શકશો લાભ
દર બુધવારે સવારે 9થી 5 અને શનિવારે સવારે 8થી 1 વાગ્યા સુધી કરાવી શકશે. જેમાં લોહી, યુરિન વગેરે જેવા 30 જેટલા રૂટીન ટેસ્ટ પણ થશે. નાગરિકોને સસ્તા ભાવે લેબોરેટરીના ટેસ્ટ કરાવી શકે તેના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રિપોર્ટ લેવા માટે નાગરિકોએ હોસ્પિટલ જવાની જરૂર નથી. જે લોકોને whatsappના માધ્યમથી રિપોર્ટ મળી જશે.









