• અલગ-અલગ માણસોને લાલચ આપી તેમને ભોળવી આચરતા છેતરપિંડી
  • બેંકમાં એકાઉન્ટ ખોલાવી એકાઉન્ટ હોલ્ડર પાસેથી 3 હાજરમાં એકાઉન્ટ કમિશન આપતા હતા
  • બેંક એકાઉન્ટની કીટ મેળવી સાયબર ક્રાઈમના ગુનાને આપતા હતા અંજામ

અમદાવાદની વાસણા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે,આ આરોપીઓ લોકોને લોભ લાલચ આપીને બેંક એકાઉન્ટ ખોલાવી કમિશન પેટે ત્રણ હજાર રૂપિયા આપતા હતા,જયારે પોલીસને આ વાતની બાતમી મળી ત્યારે પોલીસે બેંક કીટ સાથે ત્રણેય આરોપીની ધરપકડ કરી છે.

કઈ રીતે કરતા ગુનો

પોલીસની તપાસમાં સામે આવ્યુ છે કે,ત્રણેય આરોપીઓ કોઈ પણ વ્યકિતને લાલચ આપતા હતા અને તેની પાસેથી ડોકયુમેન્ટ મેળવી તેમની પાસે બેંક એકાઉન્ટ ખોલાવતા હતા અને ત્યારબાદ તેમને કમિશન પેટે ત્રણ હજાર રૂપિયા આપતા હતા,મહત્વનું છે કે બેંકમાં ખાતુ ખુલે પછી બેંક તરફથી ચેકબુક અને કાર્ડની કિટ આપવામાં આવે તે કીટ આરોપીઓ લઈ લેતા અને તેમાથી સાયબર ક્રાઈમના ગુનાને અંજામ આપતા હતા,પોલીસે તમામ આરોપીઓને ઝડપી તેમના વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

અત્યાર સુધી 10 બેંક એકાઉન્ટ ખોલાયા

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે,ત્રણેય આરોપીઓ દ્રારા અત્યાર સુધી 10 બેંક એકાઉન્ટ ખોલાવાયા છે અને તેમની પાસેથી અલગ-અલગ કંપનીના સીમકાર્ડ અને મોબાઈલ પણ મળી આવ્યા છે,આરોપીઓ લોકોને છેતરીને આવી રીતે બેંક એકાઉન્ટ ખોલાવતા અને બેંકની કીટ તેમની સાથે રાખતા હતા,અત્યાર સુધી આરોપીઓએ કેટલા ગુના આચર્યા છે અને કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે તે લોકોના નિવેદન પણ લીધા છે.

આ બાબતો ધ્યાનમાં રાખો

સાયબર સ્કેમર્સ કોઈપણને ફસાવી શકે છે. આને ટાળવા માટે, તમારી અને તમારા ડેટાની સુરક્ષાનું ધ્યાન રાખો.

1-કોઈપણ અજાણ્યા સ્ત્રોતમાંથી આવતી કોઈપણ લિંક પર ક્લિક કરવાનું ટાળો.

2-કોઈપણ અજાણ્યા ફોન કોલ પર તમારી વ્યક્તિગત અથવા બેંક વિગતો આપવાનું ટાળો.

3-વ્યક્તિગત ડેટા અને કોઈપણ પ્રકારના ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મ પર મજબૂત પાસવર્ડ રાખો.

4-કોઈપણ તૃતીય પક્ષ એપ્લિકેશન ડાઉનલોડ કરશો નહીં, કોઈપણ બિન-સત્તાવાર પ્લેટફોર્મ પરથી કંઈપણ ઇન્સ્ટોલ કરશો નહીં.

5-તમારા ઉપકરણને અપડેટ રાખો, તમારી બધી એપ્લિકેશનો અપડેટ રાખો.

  • Follow us on: