પોલીસ દરોડામાં શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો મળ્યો



જંબુસર તાલુકાના ખાનપુર દેહ ગામે જંબુસર પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને અંદાજે 80 કિલો શંકાસ્પદ ગૌમાંસ, કતલ કરાયેલા ગૌવંશના અવશેષ તથા એક ગાય ને બચાવી ત્રણ શખ્સોની અટકાયત કરી છે. પોલીસે ખાનપુર દેહ ગામના લીંબડી ફ્ળિયામાં આવેલા એક મકાનની પાછળના ભાગે આવેલા વાડામાં દરોડો પાડતાં અંદાજે 40 કિલો શંકાસ્પદ ગૌમાંસ, ગૌવંશના કતલ કરાયેલા અવશેષ અને વાડામાં બાંધેલી એક ગાય મળી આવી હતી. પોલીસે ગાય સહિતનો મુદ્દામાલ કબજે કરી સલમાન કાદર ઉંમરજી રખા (વો. પટેલ)ની અટકાયત કરી હતી.પોલીસ ઇન્સ્પેક્ટર પી.જે. ચુડાસમા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.બી. રાઠવાની આગેવાની હેઠળની ટીમે તેની વધુ પૂછપરછ કરતાં અન્ય એક મકાનમાં પણ શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો હોવાની માહિતી મળી હતી. તેના આધારે પોલીસે સલમાનને સાથે રાખીને બીજા મકાનમાં દરોડો પાડયો હતો. ત્યાંથી પણ અંદાજે 40 કિલો શંકાસ્પદ ગૌમાંસ મળી આવતાં પોલીસે તે જપ્ત કર્યું હતું. આ મામલે સલમાન અબ્દુલ્લાહ અને તેના પિતા અબ્દુલ્લાહ ખલજીની પણ અટકાયત કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે.પોલીસે બંને સ્થળેથી અંદાજે 80 કિલો શંકાસ્પદ ગૌમાંસના નમૂનાઓ ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા છે. પોલીસના છાપા દરમ્યાન સદ્દામ એહમદ ઉંમરજી રખા નાસી છુટતા તેને વોન્ટેડ જાહેર કરાયો છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો