નેશનલ NH-56 પર પાવીજેતપુર-સિહોદ નજીક ભારજ નદી પર નિર્માણ પામી રહેલા નવા પુલની કામગીરીએ આખરે ગતિ પકડી છે. નિર્ધારિત 18 માસની સમયમર્યાદા વીતવા છતાં, મંથરગતિએ શરૂ થયેલા આ કામમાં હવે સ્થળ પર ભારે મશીનરી અને ક્રેઇનની મદદથી ગર્ડર સહિતના સ્ટ્રક્ચરની કામગીરી ધમધમતી જોવા મળતાં લાંબા સમયથી મુશ્કેલી વેઠી રહેલા વાહનચાલકો અને સ્થાનિકોમાં રાહતની લાગણી પ્રસરી છે.

ઉલ્લેખનીય છે કે, જુલાઈ 2023માં ભારે વરસાદને પગલે ભારજ પુલની સપાટી બેસી જતાં વાહનવ્યવહાર બંધ કરી ડાયવર્ઝન શરૂ કરાયું હતું. જે બાદ 26 ઓગસ્ટ 2024ના રોજ સુખી ડેમના દરવાજા ખોલાતાં, આવેલા ધસમસતા પૂરમાં 60 વર્ષ જૂનો પુલ સંપૂર્ણપણે ધરાશાયી થયો હતો. અને ડાયવર્ઝન પણ ધોવાયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો