સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સેલ્ફ ફાઇનાન્સ કોર્સમાં ફી વધારાને લઇને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ છે. તોતિંગ ફી વધારાને લઇ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. 20 ટકા ફી વધારો કરતા ABVPએ સૂત્રોચ્ચારની સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. VCની ઓફિસ બહાર બેસીને ABVPએ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વિરોધ પ્રદર્શનને જોતા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ફી વધારાને લઇને ઉગ્ર વિરોધ
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હોબાળો મચ્યો છે. અહીં સેલ્ફ ફાઇનાન્સ કોર્સમાં 20 ટકા ફી વધારો કરતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ફી વધારાને લઇને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. તોતિંગ ફી વધારાને લઇ વિદ્યાર્થીઓ અને માતા-પિતામાં ગુસ્સાની સાથે ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. આ ફી વધારો પાછો લેવા માટે ABVPએ વાઇસ ચાન્સેલરની ઓફિસ બહાર બેસીને હંગામો કર્યો હતો. અને સાથે જ VC ઓફિસનો દરવાજો ખોલવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ હોબાળાના કારણે અભ્યાસક્રમ પર અસર પડી રહી હોવાનું પણ વિદ્યાર્થીઓએ જણાવ્યુ હતુ. ફી વધારો પરત ખેંચવા માટે વિદ્યાર્થીઓએ VC સમક્ષ માગ કરી હતી.
વિદ્યાર્થીઓમાં રોષ
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સેલ્ફ ફાઇનાન્સ કોર્સમાં ફી વધારાને લઇને વિદ્યાર્થીઓમાં ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો. તંત્રએ કોર્સની સાથે વેલફેર ફી, સાધનો, પુસ્તકોની ફીમાં પણ વધારો કર્યો છે. અને સા સાથે કેમ્પસ ડેવલોપમેન્ટ ફંડમાં પણ વધારો કરવામાં આવ્યો છે. સૂત્રોચ્ચાર કરી રહેલા વિદ્યાર્થીઓએ VC ઓફિસ બહાર હોબાળો સર્જી ફી વધારો પરત ખેંચવા માગ કરી છે. VNSGUમાં હોબાળો શાંત કરવા માટે પોલીસની મદદ લેવામાં આવી હતી.









