- રાજકોટમાં ઈ-મેમો નહીં ભરનારના વાહન ડિટેઈન થશે
- 4 કે તેથી વધુ ઈ-મેમો હશે તેના વાહન થશે ડિટેઇન
- કોર્ટે વાહન ડિટેઇન કરવાની આપી મંજૂરી
રાજકોટમાં ઈ મેમો નહીં ભરનારના વાહન ડિટેઈન થશે. જેમાં 4 કે તેથી વધુ ઈ મેમો હશે તેના વાહન ડિટેઇન કરવામાં આવશે. તેમાં ટ્રાફિક પોલીસે 1400 વાહન ચાલકોનું લિસ્ટ તૈયાર કર્યું છે. તથા કોર્ટે વાહન ડિટેઇન કરવાની મંજૂરી આપી છે.
4 કે તેથી વધુ ઈ-મેમો હશે તેના વાહન થશે ડિટેઇન
શહેરમાં સ્પેશિયલ ડ્રાઈવ યોજી વાહન ડિટેઈન કરાશે. જો તમારા વાહનમાં 4 કે તેથી વધુ ઇ-મેમો હોય તો ભરી દેજો. હવેથી જે વાહનના 4 કે તેથી વધુ ઇ-મેમો હશે તેના વાહન ડિટઇન થશે તેમાં દંડ ભરી દેશે તેના વાહન ડિટેઇન થશે નહિં. કોર્ટે 4થી વધુ બાકી મેમો ધરાવનાર લોકોના વાહન ડિટેઇન કરવાની મંજૂરી આપી છે. દંડની રકમ નહિ ભરે તેના વાહનો સ્પેશયલ ડ્રાઇવ કરી ડિટેઇન થઇ જશે.
ટ્રાફિક પોલીસે 1400 વાહન ચાલકોનું લિસ્ટ તૈયાર કર્યું
ટ્રાફિકના નિયમો તોડનારની હવે ખેર નથી. સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં વન નેશન વન ચલણ અંતર્ગત ઇમેમો આપવાની શરૂઆત કરવામાં આવી છે. જ્યારે આ સેવા રાજકોટમાં 16 જાન્યુઆરી 2023થી શરૂ થઈ છે. જેમાં ટ્રાફિકના નિયમો તોડનાર વિરુદ્ધ સીધો જ ઇ-મેમો જનરેટર થાય છે અને તેને તાત્કાલિક મેઈલ અથવા તેના એડ્રેસ પર પહોંચી જાય છે. તેમજ આ ઇમેમોની રકમની ભરપાઈ નહિ કરનાર વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
કોર્ટે વાહન ડિટેઇન કરવાની આપી મંજૂરી
વન નેશનલ અંતર્ગત કોઈપણ વાહન ચાલક કોઈપણ રાજ્યમાં દંડની રકમ ભરી શકશે. જ્યારે જે તે વાહનચાલક ટ્રાફિકના નિયમો તોડશે એટલે આપોઆપ ટેક્સ મેસેજ દ્વારા જે તે વાહન ચાલકને ઈ -મેમો મળી જશે અને તે કોઈપણ રાજ્યમાં હશે ત્યાંથી આ ઈ-મેમાની દંડની રકમ ભરી શકશે. જેના કારણે અન્ય રાજ્યના વાહન ચાલકોને પણ જે તે રાજ્યમાં ઈ-મેમો ભરવા માટે આવવું પડશે નહીં તેમ જ તેનો સમય પણ બચશે.









