- કુખ્યાત ભૂમાફિયા મોહમ્મદ ઇસ્માઇલ ઉર્ફે સજજુ ગોટિલાલ શેખ વિરુદ્ધ વધુ બે ફરિયાદ નોંધાઈ
- ખોટા દસ્તાવેજ બનાવીને જમીન પચાવી પાડવાને લઈ નોંધાઈ ફરિયાદ
- બોગસ વેચાણ દસ્તાવેજના આધારે જમીન બારોબાર વેચી દીધી હતી
અમદાવાદના જુહાપુરાના નામચીન ભૂમાફિયા સજ્જુ લાલ વિરુદ્ધ વેજલપુર પોલીસે બે અલગ-અલગ ગુના નોંધ્યા છે.જેમાં ગ્યાસપુરમાં આવેલી સર્વે નંબર 247 બ અને 247 બ 4 સીમની જમીન પચાવી પાડી હતી,આ કૌભાંડમાં ભૂમાફિયાની સાથે નોટરી કરનાર વકીલ સહિત પાંચ લોકો વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે.અગાઉ આ ભૂમાફિયા ટોળકી વિરુદ્ધ આર્થિક ગુના નિવારણ શાખામાં ગુનો નોંધાયો હતો.
જાણો કોણ છે ભૂમાફિયો સજજુ
સજ્જુ ભૂમાફિયાની વાત કરવામાં આવે તો આરોપી જુહાપુરાનો રહેવાસી છે અને જમીનને લઈ તે છેતરપિંડી કરતો હોય છે,ખોટા દસ્તાવેજો બનાવી ધાકધમકી આપી આરોપી લોકોની જમીન પચાવી પાડવાનું કામ કરે છે.આર્થિક ગુના નિવારણ શાખામાં સજ્જુ ગોટીવાલાની અગાઉ ધરપકડ થઈ ચૂકી છે.અગાઉ સજ્જુ લાલ દ્વારા 12 કરોડ રૂપિયા ખંડણી માંગવામાં આવી હતી. તે ઉપરાંત અમદાવાદ શહેર અને આજુબાજુના તાલુકાઓમાં પણ 26 થી વધુ ગુના સજ્જુ લાલ પર નોંધાયા છે.
અમદાવાદના અન્ય પોલીસ સ્ટેશનમાં પણ ગુના
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વિરુદ્ધ અમદાવાદના પોલીસ સ્ટેશનોમાં 4 ગુના નોંધાયા છે,તો તેનો સાગરીત તરંગ દવે સામે અમદાવાદના પોલીસ સ્ટેશનમાં 12 ગુના નોંધવામાં આવ્યા છે.સજ્જુ શેખ વિરુધ્ધ ભૂતકાળમાં પાસાની સજા પણ કરવામાં આવી છે.
જાણો આરોપીની મોડસ ઓપરન્ડી
સજ્જુલાલ અમદાવાદમાં આવેલી રજીસ્ટર ઓફિસમાં ઘરોબો ધરાવે છે. જેમાં કોઈ પણ જમીનનું વિભાજન થયું હોય કે નવો દસ્તાવેજ થયો હોય ત્યારે તે જ ઓફિસમાંથી એક વ્યક્તિ તેને માહિતી આપી દે છે. ત્યારબાદ તેને તે જ જગ્યાએથી ફોટા અને કાગળિયાઓ પણ મળી જાય છે. એમાં નામચીન સરકારી બાબુઓ પણ તેમાં ભાગીદાર છે. ત્યારબાદ ત્યાંથી માહિતી મળતા તે જગ્યા પર તે કબજો કરી કે ડખો નાખીને અસામાજીક તત્વો બેસાડે છે અને ત્યારબાદ તે સ્થળ પરથી ખસવાની ખંડણી લેવામા આવે છે.
આરોપીએ કરોડો રૂપિયા લીધા લોકો પાસેથી
EOW પોલીસની પૂછપરછ દ્રારા સમગ્ર ઘટનાને લઈ ગુનો નોંધવામાં આવ્યો હતો.આ સમગ્ર તપાસમાં અન્ય મોટા માથાઓ પણ સંકળાયેલા હોવાની માહિતી સૂત્રો તરફથી સામે આવી છે.સૂત્રો દ્વારા માહિતી જાણવા મળી છે કે અમદાવાદના એક પોશ વિસ્તારમાં જગ્યા પર કબજો કરી લોકોના ઘર ખાલી કરાવી આપવાનું 22 કરોડ રૂપિયામાં હવાલો લીધો હતો. જે એક અમદાવાદના નામચીન સંપ્રદાય દ્વારા હવાલા આપવામાં આવ્યો હતો.
આરોપીઓએ તમારી વિરુદ્ધ રૂપિયા લીધા હોય તો પોલીસને જાણ કરો
મહિંમદઇસ્માઇલ શેખના જુહાપુરા ખાતેના ઘરેથી અલગ અલગ વ્યકિતઓના નામના 6 દસ્તાવેજની ફાઈલો મળી આવી હતી,તો આરોપીની ઓફીસ ખાતેથી 85 દસ્તાવેજો પણ મળી આવ્યા હતા,આરોપી તરંગ દવેના મકાનમાંથી પણ પુરાવા અને દસ્તાવેજો મળી આવ્યા છે.પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડની માંગણી કરી છે.પોલીસે પણ એક વિનંતી કરી છે કે આ બે આરોપી દ્રારા કોઈની સાથે વિશ્વાસઘાત કર્યો હોય કે છેતરપિંડી કરી હોય તો તે આર્થિક ગુના નિવારણ શાખાનો પણ સંપર્ક કરી શકે છે.તો પોલીસ મદદ કરી શકશે.