- બોપલના વિભૂષા બંગ્લોઝમાં ગટરના પાણી ફરી વળ્યા
- ઘરોમાં ગટરના પાણી ભરાતા સ્થાનિકો ભારે હાલાકીમાં
- સ્થાનિકોની અનેક રજૂઆત બાદ પણ કોઈ નિરાકરણ નહીં
અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ વિભૂષો બંગ્લોઝની હાલત કંઈક અલગ છે,પહેલા વરસાદી પાણી ઘરોમાં ભરાયા અને ત્યારબાદ ગટરના પાણી ઘરોમાં ઘુસી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે,વારંવાર તંત્રને રજૂઆત કરી તેમ છત્તા ગટરના પાણીનો નિકાલ થતો નથી જેના કારણે ગટરના પાણીમાંથી પસાર થવાનો વારો આવે છે અને ઘરમાં દુર્ગંધ મારે છે.
તંત્રને ફોટો પડાવવામાં રસ, કામમાં નહીઃ સ્થાનિકો
બોપલના વિભૂષા બંગ્લોઝના સ્થાનિકોનું કહેવું છે કે,તંત્રને ફોટો પડાવવમાં રસ છે પણ કામ કરવામાં કોઈ રસ નથી,બોપલને સારો વિસ્તાર સમજીને મોંઘા બંગ્લા લીધા પણ અહીંયા તો સુવિધાના નામે મીંડુ જોવા મળે છે,અહી નરકથી પણ ખરાબ હાલત છે તેવો આક્ષેપ સ્થાનિકો દ્રારા કરવામાં આવ્યો છે,બોપલના વિભૂષા બંગ્લો તેમજ તેની આસપાસમાં આવેલી સોસાયટીના લોકોનો પણ આક્ષેપ છે કે,ગટરના પાણી બેક મારે છે અને વરસાદના સમયે દરીયો હોય તેવા દ્રશ્યો સર્જાય છે.

બોપલનું તળાવ પણ ગટરના પાણીથી મારે છે બેક
બોપલની ડીપીએસ સ્કૂલ પાસે ફાટક આવેલું છે અને તે ફાટક પહેલા મોટુ તળાવ મંદિર પાસે આવેલું છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે ગટરના પાણી આ તળાવમાં કોર્પોરેશન દ્રારા છોડવામાં આવે છે જેના કારણે વરસાદના સમયે તેમજ અન્ય દિવસોમાં મચ્છરો ઘરમાં આવી જાય છે અને ઘરના લોકો બિમાર પડી જાય છે,ગટરના પાણી તળવામાં છોડવામાં આવે છે અને પાણી માટે અન્ય કોઈ પાઈપલાઈન નાખી ના હોવાથી ગટરનું પાણી તળાવમાં છોડવામાં આવે છે,આ સમસ્યા કોઈ એક દિવસની નથી પરંતુ વર્ષોથી આ ગટરનું પાણી તળાવમાં છોડવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યાં છે.

લોકો જમ્યા વિના બંગ્લાની બહાર બેસી રહ્યાં
સ્થાનિકોનો આક્ષેપ છે કે,ગટરના પાણી બેક મારતા ઘરમાં તો બેસાય તેવી સ્થિતિ નથી,જેના કારણે ઘરની બહાર બેસવું પડે છે,ઘરમાં ગટરના પાણી હોવાથી સ્થિતિ અત્યંત દયનીય બની છે,સાથે સાથે સિનિયર સિટીઝનને સૌથી વધુ તકલીફ પડી રહી છે,તંત્ર તેમના પેટનું પાણી હલાવે અને બોપલ વોર્ડ હવે થલતેજ આવતો હોવાથી થલતેજના કોર્પોરેટર સાહેબો પણ આ સમસ્યાનું જલદીથી નિરાકરણ લાવે તે જરૂરી બન્યું છે.









