અમદાવાદમાં એરઇન્ડિયાનું બોઇંગ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું. એરઇન્ડિયાનું વિમાન 12 જૂનના રોજ લંડન જતું હતું દરમિયાન ઉડાન ભર્યાની 1 મિનિટમાં જ ક્રેશ થયું. ગુરુવારના રોજ અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટનાએ સામાન્ય નાગરિકોથી લઈને રાજકીય નેતાઓ પણ હચમચી ઉઠયા. મેઘાણીનગરના ગીચ વિસ્તારમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું જેમાં 242 પ્રવાસીઓ સવાર હતા. ગુરુવારે બનેલા ગોઝારા પ્લેન ક્રેશ અકસ્માતમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયરુપાણીનું નિધન થયું.
મિત્રોએ વિજય રૂપાણીને યાદ કર્યા
પૂર્વ CM વિજય રુપાણીના નિધનને પગલે ગુજરાતમાં શોકનું મોજું ફરી વળ્યું. લંડન સ્થિત તેમની પુત્રીને મળવા વિજય રુપાણી લંડન જતા હતા. દરમિયાન તેઓ 12 જૂનના રોજ એરઇન્ડિયાની લંડન જતી ફલાઈટમાં સવાર હતા. અમદાવાદથી લંડન જઈ રહેલા વિમાનને ટેકઓફ કર્યા પછી થોડીવારમાં જ અકસ્માત થયો. પ્લેન ક્રેશના ગોઝારા અકસ્માતમાં પૂર્વ CM વિજય રુપાણીના નિધન થતા આજે તેમના ખાસ મિત્રો દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. મિત્ર જ્યોતિન્દ્ર મહેતાનો શ્રદ્ધાંજલિ આપતા વિડીયો આવ્યો સામે છે.
વીડિયો બનાવી શ્રદ્ધાંજલિ પાઠવી
પૂર્વ CM વિજય રુપાણી લાંબા સમયથી ડર્ટી ડરઝન ગ્રુપ સાથે સંકળાયેલા છે. જ્યોતિન્દ્ર મહેતા સહિત ડર્ટી ડરઝન ગ્રુપના મિત્રો વિજય રુપાણીને યાદ કર્યા. NAFCUBના ચેરમેન જ્યોતિન્દ્ર મહેતા વિજયરુપાણીના કોલેજ કાળના મિત્ર છે. 1973માં બનેલા 12 મિત્રોનું ગ્રુપ ખુબ પ્રચલિત હતું. આ ગ્રુપના તેમના મિત્રોએ વિજય રૂપાણીએ કરેલા કામને લઈ વીડિયો બનાવી શ્રદ્ધાંજલિ પાઠવી.
વિજયભાઈ સશક્ત વ્યક્તિ
સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં જ્યોતિન્દ્ર ભાઈએ કહ્યું કે વિજયભાઈ મૃદુ અને એક સશક્ત વ્યક્તિ હતા. વિજયભાઈએ રાજકોટ માટે જ નહીં ગુજરાત માટે નહીં પરંતુ વિશ્વના સમગ્ર બાળકો માટે એક પહેલ શરૂ કરી હતી. તેમણે બાળકો માટે સેવાની રાજકોટથી શરૂઆત કરી. અકસ્માતમાં તેમના બાળકનું મોત થતા તેઓ ભાંગી પડયા હતા. પરંતુ થોડા સમયમાં જ સ્વસ્થ થઈ એક દિશા નક્કી કરી અને બાળકો માટે સમાજસેવાની રાજકોટથી શરૂઆત કરી હતી. અને આજે પણ બાળકો માટે શરૂ કરવામાં આવેલ આ સમાજસેવા યથવાત છે.