• સુતરની આંટી પહેરવાનો કર્યો ઈનકારઃ ભાજપ
  • ભાજપના નેતા ભરત ડાંગરે ઉઠાવ્યા સવાલ
  • વડોદરા એરપોર્ટ પર રાહુલ ગાંધીએ કર્યો હતો ઈનકાર

રાહુલ ગાંધીએ આજે ગુજરાતના પ્રવાસે છે. ત્યારે દાહોદમાં આગમન સમયે રાહુલ ગાંધીએ સુતરની આંટી પહેરવાનો ઇન્કાર કરતો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો વાયરલ થતાં જ રાજકીય પક્ષોએ પ્રહારો કર્યા છે. ભાજપના નેતા ભરત ડાંગરે રાહુલ ગાંધી પર પ્રશ્નો કર્યા. રાહુલ ગાંધીને ખાદીની આંટી પહેરવામાં વાંધો કેમ છે?

કોંગ્રેસના આગેવાનો દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન કોંગી નેતાઓએ રાહુલ ગાંધીને સુતરની આંટી પહેરાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રાહુલ ગાંધીએ સુતરની આંટી પહેરવાનો ઇન્કાર કર્યો હતો. જેનો વીડિયો વાયરલ થયા બાદ ભાજપે રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે.

[[$googlead]]

પ્રદેશ ભાજપના નેતા ભરત ડાંગરે ટ્વીટ કરી જણાવ્યું કે મહાત્મા ગાંધીની અટક ધારણ કરીને વર્ષો સુધી જે પરિવારે દેશ પર હુકુમત ચલાવી તેમના ફરજંદને પૂજ્ય બાપુની પ્રિય ખાદીની આંટી પહેરવામાં પણ તકલીફ છે ? તે પણ ગુજરાતમાં ?

[[$alsoread]]


  • Follow us on: