• સૌથી વધુ શહેરી વિકાસ વિભાગની 2996 અરજીઓ
  • મહેસુલ વિભાગની 1735, પંચાયત વિભાગની 1230
  • ગૃહ વિભાગની 1205, ઉદ્યોગ વિભાગની 923 અરજીઓ

આજે ગુજરાત વિધાનસભામાં તકેદારી આયોગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો. આયોગના રિપોર્ટમાં ગુજરાત સરકારના જુદા જુદા વિભાગોમાં વર્ષ 2022માં ગેરરીતિ અને ભ્રષ્ટાચારને લઈને આવેલ અરજીઓને લઈને આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં તમામ વિભાગોમાં ગેરરીતિ, ભ્રષ્ટાચારની કુલ 12049 અરજીઓ મળી છે.

તકેદારી આયોગના જણાવ્યા મુજબ, વર્ષ 2022માં ગેરરીતિ અને ભ્રષ્ટાચારની સૌથી વધુ અરજીઓ શહેરી વિકાસ વિભાગને લઈને મળી છે. વર્ષ 2022માં શહેરી વિકાસ વિભાગમાં ગેરરીતિ, ભ્રષ્ટાચારની 2996 અરજીઓ મળી છે. તો સાથે સાથે, મહેસુલ વિભાગની 1735 અરજીઓ અને પંચાયત વિભાગની 1230 અરજીઓ મળી છે.

તકેદારી આયોગના રિપોર્ટ મુજબ, ગૃહ વિભાગમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારની 1205 અરજીઓ મળી છે તો ઉદ્યોગ વિભાગની 923 અરજીઓ, માર્ગ અને મકાન વિભાગની 547 અરજીઓ અને શિક્ષણ વિભાગમાં 483 અરજીઓ મળી છે. તો સાથે સાથે રાજ્યના જુદા જુદા બોર્ડ અને નિગામોને લઈને પણ આંકડા જાહેર કરવામાં આવ્યા છે જેમાં સૌથી વધુ ગેરરીતિ અને ભ્રષ્ટાચારની અરજીઓ PGVCLમાં 106 અરજીઓ મળી છે.


  • Follow us on: