મહેસાણા જિલ્લાના વિજાપુરમાં વહેલી સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. અત્યાર સુધીમાં તાલુકામાં 2 ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને અનેક વિસ્તારો પાણીથી જગમગ્ન થયા છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.


[[$googlead]]

ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે 2 વૃક્ષ ધરાશાયી

બીજી તરફ વિજાપુરમાં ભારે વરસાદના કારણે 2 વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. એક સાથે 2 વૃક્ષ ધરાશાયી થતાં હાઈવે રોડ બ્લોક થયો છે. જો કે રાહતની વાત એ છે કે વૃક્ષ ધરાશાયી થયા તે સમયે કોઈ વાહન ના હોવાના કારમે કોઈ જાનહાનિ સર્જાઈ નથી. ત્યારે હાલામાં ફોરેસ્ટ વિભાગે વૃક્ષ હટાવવાની કામગીરી શરૂ કરી છે.

[[$alsoread]]

વિજાપુરના ભાવસોર પાટિયા પાસે પાણી ભરાયા

વિજાપુરના ભાવસોર પાટિયા પાસે પણ પાણી ભરાયા છે. ભાવસોર પાટિયા પાસે ઢીંચણસમા પાણી ભરાઈ ગયા છે અને વિજાપુર વિસનગરને જોડતા માર્ગ પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. વિજાપુરથી મણિપુર જવાનો માર્ગ પણ પાણીમાં ગરકાવ થયો છે. જો કે વરસાદ બંધ થયાને કલાકો થયા બાદ પાણી ઓસર્યા નથી. તમને જણાવી દઈએ કે 2 ઈંચ વરસાદે વિજાપુર નગરપાલિકાની પોલ ખોલી નાખી છે અને સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે, મુખ્ય રસ્તાઓ પર જ પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. સ્થાનિકોએ નગરપાલિકા સામે આક્રોશ વ્યકત કર્યો છે.

બપોરે 12 વાગ્યા સુધી 83 તાલુકામાં વરસાદ

તમને જણાવી દઈએ કે બપોરે 12 વાગ્યા સુધી 83 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં માણસામાં 3 ઈંચ, ડીસામાં અઢી ઈંચ, દાંતીવાડામાં અઢી ઈંચ વરસાદ, પ્રાંતિજમાં અઢી ઈંચ, મહેસાણામાં અઢી ઈંચ, પાલનપુરમાં 2 ઈંચ, થરાદ અને મેઘરજમાં 2-2 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદથી વિજાપુરના અનેક વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે.

મહેસાણામાં 2 ઈંચ વરસાદ વરસ્યો

મહેસાણામાં 2 ઈંચ વરસાદમાં શહેરના અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. કાવેરી સ્કુલના પરિસરમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે હાલમાં બાળકોને શાળામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને વાલીઓ પણ બાળકોને લેવા શાળાએ પહોંચ્યા હતા. શાળા આસપાસનો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.


  • Follow us on: