• અગાઉ ખેલ મહાકુંભ સ્પર્ધામાં ભાગ લઈ સતત પાંચ વખત પ્રથમ નંબર હાંસલ કર્યો

  • ચંડીસરમાં યોજાયેલી 97 કિલોની કેટેગરીમાં નામ રોશન કર્યું, 1 પગારનો વધારો અપાશે

  • ભડવેલમાં સીઆરસી તરીકે ફરજ બજાવી વ્યાયામ શાળામાં નિઃશુલ્ક સેવા પણ આપે છે

ચંડીસરમાં ઓલ ઈન્ડિયા સિવિલ સર્વિસિસની કુસ્તી ટૂર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં વર્ગ 1થી 4ના કર્મીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં સરહદી વાવ તાલુકાના સીઆરસીએ સમગ્ર દેશમાં ત્રીજો ક્રમાંક મેળવી સમગ્ર શિક્ષણ આલમને ગૌરવ અપાવ્યું છે. આ હરીફાઈમાં મેડલ મેળવવાથી સરકાર દ્વારા પગારમાં 1 ઇન્ક્રિમેન્ટનો વધારો પણ અપાશે. જ્યારે ચંદીગઢ એડમિનિસ્ટ્રેશન દ્વારા સર્ટિફિકેટ અને મેડલ આપવામાં આવ્યા હતા.

ચંડીસરમાં યોજાયેલ ઈન્ડિયા સિવિલ સર્વિસીસ ટુર્નામેન્ટમાં  ગુજરાત શિક્ષણ વિભાગ તરફથી વાવ તાલુકામાં સીઆરસી શિક્ષક તરીકે ફરજ બજાવતા કાતરેચા (જોશી) વિક્રમકુમાર પુંજીરામભાઈએ ભાગ લીધો હતો. કુસ્તીમાં 97 કિલોગ્રામમાં સમગ્ર દેશમાં તૃતિય નંબર પ્રાપ્ત કરી બ્રહ્મસમાજનુ ગૌરવ વધાર્યુ હતુ. હાલમાં વિક્રમકુમાર ભડવેલ સીઆરસી તરીકે ફરજ બજાવી વ્યાયમ શાળામાં કોચ તરીકે નિઃશુલ્ક સેવા આપે છે.

રાજ્યમાંથી 12 કર્મીઓ સ્પર્ધામાં જોડાયા હતા

ગત વર્ષે પણ નેશનલ કક્ષાએ યોજાયેલી કુસ્તી સ્પર્ધામાં પણ વિક્રમકુમારે ત્રીજા સ્થાને જીત હાંસલ કરી ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લાનુ નામ રોશન કર્યુ હતુ.તો આ વર્ષે યોજાયેલ કુસ્તી સ્પર્ધામાં ગુજરાતમાંથી 1ર કર્મચારીઓએ ભાગ લીધો હતો.જેમાં તેઓએ જીત હાંસલ કરી હતી.

  • Follow us on: