ગરવી ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ 1,મે નિમિત્તે ગુરુવારના રોજ શહેરમાં આનંદ શાળા દ્વારા ઉજવણી કરાઈ હતી. વિદ્યાર્થીઓને ગુજરાત રાજ્યની અલગ સ્થાપના અંગે માર્ગદર્શન અપાયુ હતુ અને સ્પર્ધાનું આયોજન કરાયુ હતુ. શાળાથી ગોલવાડ દરવાજા બહાર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સુધી શિસ્તબદ્ધ રેલી યોજી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરાઈ હતી. જય જય ગરવી ગુજરાત તથા ગુજરાતનો જય થાઓના નારા ગુંજ્યા હતા.



  • Follow us on: