- વિરમગામ શહેર પોલીસમાં ત્રણેય સામે ફરિયાદ નોંધાવી
- અવાજથી રોહિત ઠાકોરના માતા ચંપાબેન વચ્ચે આવતા તેમને ધક્કો માર્યો હતો
- બખેડાથી અન્ય લોકો ઉઠી ગયા હતા અને મામલો થાળે પાડયો હતો
વિરમગામ શહેરના ભોજવા વિસ્તારમાં રહેતા રોહિત કાળુભાઈ ઠાકોર બુધવારે સાંજે ગામમાં રતિલાલ ઠાકોરના ઘરે જતા હતા.ત્યારે મેલાજી ઠાકોર વાહન લઇને રતિલાલના ઘર પાસે આવતા મોટરસાયકલને અડી ગયુ હોવાથી વાહન બહાર મુકવા જણાવ્યુ હતુ.
જેથી બોલાચાલી સર્જાઈ હતી.દરમ્યાન રોહિત ઠાકોરે વાહનના કાચ પર હાથ મારતા ડાબા હાથમાં અને ગળા ભાગે ઇજા થઇ હતી. જેથી રોહિત ઠાકોર ગાંધી હોસ્પિટલ સારવાર લીધી હતી. મોડી રાત્રે મેલાજી અજાણ્યા બે વ્યક્તિઓ સાથે રોહિત ઠાકોર ના ઘરે આવીને તેને બહાર બોલાવ્યો હતો.વાહનનો કાચ તોડી નાખ્યો જણાવી તકરાર સર્જી હતી.લાકડી વડે હુમલો કર્યો હતો.અવાજથી રોહિત ઠાકોરના માતા ચંપાબેન વચ્ચે આવતા તેમને ધક્કો માર્યો હતો અને અજાણ્યા વ્યકિતઓએ હુમલો કર્યો હતો. માતા પુત્ર ઈજાગ્રસ્ત થયા હતા. બખેડાથી અન્ય લોકો ઉઠી ગયા હતા અને મામલો થાળે પાડયો હતો. ઈજાગ્રસ્ત માતા પુત્રને સારવાર માટે તુરત જ નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રોહિત ઠાકોરે પોલીસને બનાવની કેફ્યિત જણાવી મેલાજી ઠાકોર અને તેના સાથે આવેલા બે અજાણ્યા વ્યક્તિઓ સહિત ત્રણે વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે પોલીસે ફરિયાદ આધારે ગુનો નોંધીને વધુ તપાસના ચક્રોગતિમાન કર્યા છે.










