- કોહલીના હમશકલે કહ્યું- પાકિસ્તાન માત્ર એક નામથી કાંપે છે
- લોકો કોહલીના હમશકલ સાથે ફોટો પડાવ્યા
- ઈન્ડિયાની મેચ જોવા માટે પહોંચ્યા દર્શકો
અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપ 2023નો મહામુકાબલો રમાઈ રહ્યો છે. આ મેચ પહેલા ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે અચાનક વિરાટ કોહલીના હમશકલ લોકોની વચ્ચે પહોંચી ગયો હતો. જેને જોઇને સૌ કોઈ ચોંકી ગયા હતા. આ પછી તેની સાથે ફોટો લેવા માટે પણ લોકો દોડી આવ્યા હતા.
ક્રિકેટના ફેન્સ પોતાના ફેવરિટ ક્રિકેટરને જોવા માટે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં પહોંચ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના વિરાટ કોહલીના હમશકલને જોઇને ફેન્સ ચોકી ગયા હતા અને તેમની સાથે તસવીરો ખેચાવી હતી. વિરાટ કોહલીના ફેન્સને પાકિસ્તાન સામે સદી ફટકારે તેવી ઇચ્છા વ્યક્ત કરી છે. કોહલીના હમશકલે કહ્યું- પાકિસ્તાન માત્ર એક નામથી કાંપે છે અને તે છે કોહલી. પાકિસ્તાન સામે કોહલીનો રેકોર્ડ બધાને ખબર છે. આજે કોહલી સદી મારશે.
આ સાથે જ ફેન્સે કહ્યું કે, કોહલી બીજી મેચમાં અફઘાનિસ્તાન સામે સદી ફટકાર્યા પહેલા જ આઉટ થઇ ગયો હતો અને અફઘાનિ્સતાને ટાર્ગેટ ઓછો આપ્યો હતો અને તેનું દુ:ખ હતું. કોહલી આજે સદી મારશે અને મજા આવશે.
નોંધનીય છેકે વર્લ્ડકપ 2023માં વિરાટ કોહલી સારા ફોર્મમાં જોવા મળ્યો છે. બે મેચમાં વિરાટ કોહલીએ બે અડધી સદી ફટકારી છે. વિરાટ કોહલીનું બેટ પાકિસ્તાન સામે બોલે છે. વિરાટ કોહલી વર્લ્ડકપમાં પણ પાકિસ્તાન સામે સદી ફટકારી ચુક્યો છે. વિરાટ કોહલી પાકિસ્તાન સામે વન ડેમાં 15 વખત મેદાનમાં ઉતર્યો છે. વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે 3 સદી અને 2 અડધી સદી ફટકારી છે.









