• બેન સ્ટોક્સ વિરાટ કોહલીના ફેવરિટ ખેલાડી
  • વિરાટ કોહલીએ ફેવરિટ ખેલાડીના નામનો કર્યો ખુલાસો
  • ઈંગ્લેન્ડ માટે રમે છે બેન સ્ટોક્સ

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની વર્લ્ડના શ્રેષ્ઠ ક્રિકેટરમાં થાય છે. વિરાટ કોહલીની ફેન ફોલોઈંગ સમગ્ર દુનિયામાં છે, પરંતુ શું તમે જાણો છો કે, વિરાટ કોહલીના ફેવરિટ ક્રિકેટર કોણ છે? પૂર્વ ભારતીય કેપ્ટને ખુદ જણાવ્યું કે, તે કયા ખેલાડીને વધુ પસંદ કરે છે. વિરાટ કોહલીએ કહ્યું કે, ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ તેમના ફેવરિટ ક્રિકેટર છે.

વિરાટ કોહલીના ફેવરિટ છે બેન સ્ટોક્સ

બેન સ્ટોક્સ ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમના કેપ્ટન છે. આ ખેલાડીએ વનડે ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો, પરંતુ તાજેતરમાં તેમણે ફરી સંન્યાસનો નિર્ણય પરત લીધો છે. જેથી ફરી એક વખત બેન સ્ટોક્સ ઈંગ્લેન્ડ ટીમની જર્સીમાં જોવા મળશે.


બેન સ્ટોક્સનું કરિયર

બેન સ્ટોક્સના કરિયર પર નજર નાખવામાં આવે તો, આ ખેલાડીએ 97 ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ ઉપરાંત તે 105 વનડે મેચ રમ્યા છે. સાથે જ બેન સ્ટોક્સ ઈંગ્લેન્ડ માટે 43 T-20 મેચ રમી ચૂક્યા છે. બેન સ્ટોક્સે 97 ટેસ્ટ મેચમાં 6 હજાર 117 રન બનાવ્યા છે, જ્યારે 105 વનડેમાં 2 હજાર 924 અને 43 T-20 મેચમાં 585 રન બનાવ્યા છે. આ ઉપરાંત બેન સ્ટોક્સે ટેસ્ટમાં 197, વનડેમાં 74 અને T-20માં 28 વિકેટ પોતાના નામે કરી છે. ઈંગ્લેન્ડ ઉપરાંત બેન સ્ટોક્સ IPLમાં 45 મેચ રમ્યા છે.

  • Follow us on: