- મગરની લંબાઇ એક વર્ષમાં એકથી સવા ફૂટ સુધી વધે છે
- 12મી સદી પહેલાંથી ગુજરાતમાં મગર
- માદા મગર ઇંડા મુકવા એકથી વધુ માળા બનાવે
વડોદરા પીપલ્સ હેરિટેજ ફેસ્ટિવલ અંતર્ગત ક્રોક વૉચ કાર્યક્રમ યોજાયો .પૃથ્વી ઉપર ડાયનોસર પહેલાથી મગરનું અસતીત્વ હોવાનુ અને ગુજરાત રાજયમાં 12મી સદી પહેલાથી મગરનુ અસ્તિત્વ હોવાના પુરાવા હોવાની માહિતી વન્યપ્રેમી નિષ્ણાંતો દ્વારા આપવામાં આવી હતી. રવિવારે વડોદરા પીપલ્સ હેરીટેજ ફેસ્ટીવલ અંતર્ગત લાઇફ વીથ વાઇલ્ડ લાઇફ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા ક્રોક વૉચનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં જોડાયેલા બાળકો સહિતના શહેરીજનોને મગર અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
પૃથ્વી ઉપર મગરનો વસવાટ ઉત્ક્રાંતિ કાળ પૂર્વેનો છે. શહેર નજીક પીલોલ થી તલસટ સુધીના 25 કિ.મી વિસ્તારમાંથી શહેરની મધ્યમાંથી વિશ્વામિત્રી નદી પસાર થાય છે. જેમાં 300 ઉપરાંત મગરની વસ્તી છે. શહેરની મધ્ય ભાગ(સયાજીગંજ, મંગલપાંડે બ્રિજ સહિતનો વિસ્તાર) માંની વિશ્વામિત્રીનદીમાં વસવાટ કરતા મગરમાં શિકાર કરવાની ભાવના ખુબજ ઓછી હોય છે. તેઓ દુકાન અને હોટલનો નોનવેજનો વેસ્ટ મળી રહે છે. તેના લીધે તેના ઉપર આધારિત હોવાથી તેઓ શિકારની વૃતિથી દુર રહે છે. જયારે આસપાસ પીલોલ, તલસટ અને વાઘોડિયાના આસપાસના વિસ્તારના વસવાટ કરતા મગર નાના પક્ષી કુતરા બકરાનું ભક્ષણ કરે છે. જયારે માનવભક્ષણથી મોડે ભાગે દુર રહે છે. માદા મગર એક સાથે 8 થી 60 જેટલા ઇંડા મુકે છે. આ ઇંડા મુકવા માટે તે માળો (ડેન)બનાવે છે. તે એક કરતા વધુ માળા બનાવે છે. અને 15મીટરની આસપાસ બીજી માદાને માળા બનાવવા દેતી નથી.










