વિસનગર સાંકળચંદ પટેલ યુનિવર્સિટીનો 7મો પદવીદાન સમારોહ યોજાઈ ગયો. સમારોહની શરૂઆત સાંજે મહેમાનોના આગમન બાદ દિપપ્રાગ્ટય અને મા સરસ્વતીની પ્રાર્થના કરાઈ હતી. યુનિના પ્રેસિડેન્ટ પ્રકાશ પટેલ દ્વારા પ્રોટોકોલ મુજબ પદવીદાન સમારોહ ખુલ્લો મૂકાયો હતો.


યુનિ.ના પ્રોવોસ્ટ ડૉ.પી.એમ.ઉદાણી દ્વારા સાંકળચંદ પટેલ યુનિના નિમંત્રણ આપી પધારેલ સર્વે મહેમાનોનુ શાબ્દિક સ્વાગત કરાયું હતું અને યુનિ. દ્વારા વર્તમાન સમયમાં રાષ્ટ્રીય, આ.રાષ્ટ્રીય કક્ષાએ મેળવેલ વિશેષ ઉપલબ્ધિઓની વિશેષ જલક આપવામાં આવી હતી.2023-24માં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓના પદવીદાન સમારોહમાં ઋષિકેશ પટેલ અને મયંકભાઈ નાયક પણ ઉપસ્થિત રહી શક્યા ન હતા. તેમણે પણ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. શૈક્ષણિક વર્ષ 2023-24માં વિવિધ શાખાઓમાં ડિપ્લોમાં, સ્નાતક-અનુસ્નાતક અને પી.એચ.ડી કક્ષાએ અભ્યાસ પૂર્ણ કરી ઉત્તર્ણી થયેલ કુલ 1804 જેમાં ડિપ્લોમાં અને પોસ્ટ ડિપ્લોમાં કક્ષાએ 237 પી.જી ડિપ્લોમાં કક્ષાએ 49 સ્નાતક કક્ષાએ 873 અનુસ્નાતક કક્ષાએ 617 અને 28 પી.એચ.ડી વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી. તેમજ વિવિધ વિદ્યા શાખાઓમાં ડિપ્લોમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ ઉત્તમ અભ્યાસ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે 33 સુવર્ણચંદ્ર પદવી તથા પી.એચ.ડી વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી પુરસ્કૃત કરાયા હતા.

યુનિ.ના પ્રેસિડેન્ટ પ્રકાશ પટેલે ઉચ્ચ અભ્યાસ ક્રમ બાદ પદવી પ્રાપ્ત કરેલ સર્વે વિદ્યાર્થીઓને ઉજવળ ભવિષ્ય માટે અંતઃકરણ પૂર્વક શુભેચ્છાઓ પાઠવી હતી અને યુનિવર્સિટી હંમેશા તેના શ્રોષ્ઠ અને ઉત્કૃષ્ઠ ભવિષ્ય માટે સદાય અવિરત મદદરૂપ રહેશે તેવી ખાતરી આપી હતી.

વધુમાં જણાવ્યું હતુ કે, યુનિ.એ રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય તથા રાજ્યકક્ષાએ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે નામાંકિત યુનિવર્સિટીમાં સ્થાન પ્રાપ્ત કર્યુ છે. જે બદલ યુનિ.એ તેમજ સંલગ્ન સંસ્થાઓના સર્વે સ્ટાફને બિરદાવી હતી. સમારોહના અતિથી વિશેષ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેન આર.પી.પટેલે વિદ્યાર્થીઓને સમગ્ર વિશ્વમાં આગામી સમયમાં તકનીકી અને આરોગ્યક્ષેત્રે ઉપલ્બધ અને વિવિધ તકોનો લાભ લઈ સમય મર્યાદાની અંતર પોતાની કારકિર્દીનો ઉત્તમ નિર્માણ કરવા અનુરોધ કર્યો હતો.


  • Follow us on: