વિસનગર ખાતેના ઘરોઈ કોલોની રોડ ઉપર અવેલી ધનશ્યામ નગર સોસાયટીમાં રહેતી યુવતીને કેનેડાના વર્ક પરમીટ અપાવવાને બહાને અલગ અલગ તારીખે રૂ.8,40,500 લઈ વર્ક પરમીટ નહી લઈ આપી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી.


જે બાબતે ઉઘરાણી કરતા 1.25 લાખ પરત આપી બાકીને 7,15,500 પરત નહી આપી છેતરપિંડી આચરનાર વિસનગરના કંસારા હેમાંગ મહેશભાઈ સામે શર્મા આરતી રાજેશકુમારે ફરીયાદ નોંધાવતા વિસનગર શહેર પોલીસે છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આરતી રાજેશકુમાર શર્માએ 2022માં આલાપ ઈંગ્લિશ એકેડેમી ડોસાભાઈ બાગની સામે સ્પાનચંદન મોલની અંદર ચાલે છે. જેમાં જુલાઈમાં આઈ.ઈ.એલ.ટી.એસના ક્લાસ શરૂ કર્યા હતા તે દરમ્યાન કલાસીસના માલીક હેમાંગભાઈ કંસારા ક્લાસમાં ભણાવતા હતા તે દરમ્યાન પુછેલ કે શું પ્લાનીગ છે. આરતીએ એ કેનેડા જવાનું કહેલ જેથી હું કેનેડા જવાની ફાઈલ કરી આપુ છું વિશ્વાસમાં લઈ અલગઅલગ તારીખે હેમાંગ કંસારાએ રૂ.8,40,500 લીધેલ અને વિદેશ મોકલવાને બહાને પૈસા લઈ કામ ન થતા આરતીએ રૂપીયા પરત માંગતા 1.25 હજાર પરત કરેલ ત્યાર બાદ ઉઘરાણી કરતા તારાથી જે થાય તે કરી લે પૈસા પરત નહી મળે જેથી આરતી શર્માએ વિસનગર શહેર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા હેમાંગ મહેશભાઈ કંસારા કોઈ એજન્ટનું લાયસન્સ ધરાવતા હોઈ વર્ષ 2022થી 2024 દરમ્યાન કેનેડા જવાના વર્ક પરમીટ લાવી આપવાની બહાને રૂા.7,15,500 લઈ વર્ક પરમીટ ન અપાવી છેંતરપીંડી વિશ્વાસઘાત કરતા વિસનગર શહેર પોલીસે કંસારા હેમાંગ મહેશભાઈ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


  • Follow us on: