ગત 17મીના રોજ એક્ટીવા ચાલક તેના ઘરેથી ભાન્ડુ જવા નીકળ્યો હતો. તે દરમ્યાન હાઈવે રોડ ઉપર પેટ્રોલ પુરાવવા રોડની સાઈડમાં જતો હતો. તે દરમિયાન એક આઈવા ટ્રકના ચાલકે એક્ટીવાને ટક્કર મારતા સ્કુટર ચાલકને ગંભીર ઈજા થતા મોબાઈલ વાન દ્વારા મહેસાણા લાયન્સમાં સારવાર અર્થે ખસેડાયો હતો.
જ્યાંથી વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યા સારવાર દરમિયાન તેનું મોત નિપજતા ડૉક્ટરે પોલીસને જાણ કરતા પોલીસે ઠાકોર સંદિપસિંહ બળદેવજી સોમાજી, રહે. મોટી દાઉની ફરિયાદ લઈ આઈવા ટ્રકના ચાલક સામે અકસ્માત મોતનો ગુનો નોંધી વાલમ પોલીસ તપાસ ચલાવી રહી છે. વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ મોટી દાઉના ઠાકોર સુરજજી બળદેવજી ઉ.વ. 25 તેમનું એક્ટીવા સ્કુટર લઈ ભાન્ડુ જવા નીકળ્યો હતો. ત્યારે પેટ્રોલપંપ પર પેટ્રોલ પુરાવવા જતા આઈવા ટ્રકના ચાલકે પુર ઝડપે હંકારી એક્ટીવાને ટક્કર મારતા ઠાકોર સુરજજી ઉર્ફે સુરેશજી બળદેવજીની પટકાતા ગંભીર ઈજાઓ થતા 108 એમ્બુલન્સ દ્વારા મહેસાણા હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજતા પોલીસે આઈવા ગાડીના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.










