- સુરતમાં વોર્ડ નં 20ની પેટા ચૂંટણી માટે મતદાન કેન્દ્રો પર મતદાન
- પાલનપુર પાલિકાના વોર્ડ નંબર-4માં ખાલી પડેલી 1 બેઠકની આજે ચૂંટણી
- ઊંઝા નગરપાલિકા પેટા ચૂંટણીમાં ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલે મતદાન કર્યું
ગુજરાતમાં નગરપાલિકાની ખાલી પડેલ બેઠકો માટે પેટા ચૂંટણીના મતદાનની શરૂઆત થઇ છે. જેમાં સુરતમાં વોર્ડ નં 20ની પેટા ચૂંટણી માટે મતદાન કેન્દ્રો પર સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે. 24 ઉમેદવાર 1.14 લાખ મતદારો છે. તથા 600 ચૂંટણી સ્ટાફ રોકાયો છે. ભાજપમાંથી રાજેશ જરીવાલા ઉમેદવાર છે. તથા કોંગ્રેસમાંથી શૈલેષ રાયકાને ટિકિટ આપવામાં આવી છે. તેમજ 11 વાગ્યે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ વોટિંગ કરશે. ભાજપના જયેશ જરીવાલાનું હ્રદય રોગના કારણે મૃત્યુ થતાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે.
ઊંઝા નગરપાલિકા પેટા ચૂંટણીમાં ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલે મતદાન કર્યું
ઊંઝા નગરપાલિકા પેટા ચૂંટણીમાં ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલે મતદાન કર્યું છે. ઊંઝાની એમ.આર.એસ હાઈસ્કૂલમાં મતદાન કર્યું છે. ભાજપના ઉમેદવાર માટે જીતની આશા વ્યક્ત કરી છે. જેમાં પેટા ચૂંટણીમાં ભાજપ અને અપક્ષ વચ્ચે સીધો જંગ છે. ત્યારે સિદ્ધપુર નગર પાલિકાના વોર્ડ નંબર 2માં ખાલી પડેલ ચાર બેઠકો માટે આજે પેટા ચૂંટણીનુ મતદાન શરુ થવા પામ્યું છે. સવારે 8 વાગેથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વોર્ડમાં કુલ 5 હજારથી વધુ મતદારો 4 બુથ પર તેમના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા હતા. તો આ બેઠક માટે કુલ 10 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 4 બીરેપી, 4 કોંગ્રેસ અને 2 અપક્ષના ઉમેદવારો છે. આ બેઠક પર ત્રીપાખ્યો જંગ રહેવા પામ્યો છે.
પાલનપુર પાલિકાના વોર્ડ નંબર-4માં ખાલી પડેલી 1 બેઠકની આજે ચૂંટણી
બનાસકાંઠાના પાલનપુર પાલિકાના વોર્ડ નંબર-4માં ખાલી પડેલી 1 બેઠકની આજે ચૂંટણી થઇ રહી છે. થોડા દિવસો અગાઉ વોર્ડ નં-4 ના કોંગેસના નગર સેવકે રાજીનામુ ધરી દેતા બેઠક ખાલી થઇ હતી. ખાલી બેઠકની ચૂંટણી પ્રક્રિયાને લઈ આજે વોર્ડ નં-4 મા મતદાન પ્રક્રિયા થઇ રહી છે. સાંજે 6 વાગ્યાં સુધી મતદાન પ્રક્રિયા યોજાશે. જેમાં 8 ઓગસ્ટે ચૂંટણીનું પરિણામ જાહેર થશે. એક જ વોર્ડમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચેના ત્રીપાખિયા જંગને લઈ રાજકારણ ગરમાયું છે.









