• ક્રાઈમ બ્રાન્ચે આરોપી નારાયણ શેટ્ટીની કરી ધરપકડ
  • આરોપીએ મિત્રની પત્ની પર આચર્યું હતું દુષ્કર્મ
  • ઓરિસ્સાના કબીસર્યનગર પો.સ્ટે.માં નોંધાયો હતો ગુનો

ઓરિસ્સાના દુષ્કર્મ કેસમાં વોન્ટેડ આરોપીની સુરતથી ધરપકડ કરવામાં આવી છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચે આરોપી નારાયણ શેટ્ટીની ધરપકડ કરી છે. આરોપીએ મિત્રની પત્ની પર દુષ્કર્મ આચર્યું હતું. ઓરિસ્સાના કબીસર્યનગર પો.સ્ટે.માં ગુનો નોંધાયો હતો.

દુષ્કર્મના ગુનાના આરોપી ભાગતો ફરતો હતો

દુષ્કર્મના ગુનાના આરોપી ભાગતો ફરતો હતો. ત્યારે ઓરિસ્સાના રેપનો વોન્ટેડ આરોપી સુરતથી પકડાયો છે. ઓરિસ્સાના ગંજામ સ્થિત કબીસર્યનગર પોલીસ સ્ટેશન ચોપડે વોન્ટેડ હતો. ઓરીસ્સા ખાતે બનેલ દુષ્કર્મના ગુનાના આરોપી ભાગતો ફરતો હતો. જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો છે. તેમજ અગાઉ પણ એક આરોપી જેલમાંથી પેરોલ પર છૂટયા બાદ એક વર્ષથી ફરાર હતો. ત્યારે બળાત્કારના આરોપીને ઝડપી પાડ્યો હતો. પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા એક સગીર કન્યાનું અપહરણ કરવાના કેસમાં રણજિત ઉર્ફે પપ્પુ મનોરંજન બહેરાને બળાત્કારના કેસમાં કોર્ટે સજા કરી હતી.

ઓરિસ્સાના બલેશ્વર જિલ્લાના અંતરિયાળ કનકઇ ગામે છુપાયો

બળાત્કારની સજા ભોગવતા કેદી રણજિતે તા 10-09-2021ના રોજ 14 દિવસની પેરોલ રજા મેળવી હતી. પરંતુ ત્યારબાદ તા 25મીએ હાજર થયો ન હતો. જેથી જેલ સત્તાધીશોએ તેની તપાસ કરવા માટે પોલીસને જાણ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચના પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ કે જે વસાવા અને ટીમે કેદી પર લાંબા સમયથી વોચ રાખતાં તે ઓરિસ્સાના બલેશ્વર જિલ્લાના અંતરિયાળ કનકઇ ગામે એક સબંધીને ત્યાં છુપાયો હોવાની વિગતો મળી હતી. જેથી પોલીસની ટીમ કનકઇ ગામે પહોંચી હતી.

પોલીસે ત્યાંના શ્રમજીવીઓનો વેશ ધારણ કર્યો

સ્થાનિક લોકોમાં ગેરસમજ ના થાય તે માટે પોલીસે ત્યાંના શ્રમજીવીઓનો વેશ ધારણ કર્યો હતો. અને ફોટો સાથે રાખી રણજિત પર વોચ રાખી હતી. રણજિત ઓળખાઇ જતાં પોલીસે તક જોઇને તેને દબોચી લીધો હતો. ગામલોકોમાં ગેરસમજ થાય તે પહેલાં તેને તાલુકાના પોલીસ મથકે લઇ જઇ વડોદરા લવાયો હતો.


  • Follow us on: