• મોરબીમાં એક્ટિવા ઉપર નિકળેલ માતા પુત્રી ઉપર ડમ્પર ખાબકયું
  • માતા પુત્રી નિકળ્યા ત્યારે પાસેથી પસાર થતું ડમ્પર સ્લેબ તોડી ભૂવામાં ઉતર્યુ
  • માતા પુત્રીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

ગુજરાતમાં ભૂવા પડવાની સમસ્યા ઓછી નથી થતી ત્યારે ભૂવામાં પડવાના કારણે અનેક લોકોના અકસ્માત થયા છે અને મોતને ભેટયા છે ત્યારે આજે મોરબીના બાપાસિતારામ ચોકમાં એક ભયાનક ઘટના બની જેમાં માતા-પુત્રી રોડ પર વાહન લઈને પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન સામેથી ડમ્પર આવે છે અને આ ડમ્પર અચાનક રોડ પર બેસી જતા ઉંધુ પડી જાય છે માતા-અને પુત્રી પર પડે છે જેમાં બન્ને જણા ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા છે,સદનસીબે માતા-પુત્રીનો બચાવ થયો હતો.

કઈ રીતે બની ઘટના

[[$googlead]]

એક વોકળા ઉપર નખાયેલ ધાબુ તોડી ટ્રક ઘુસી ગયો હતો. ઉપરાંત એક બાઇક પણ દબાઇ ગયું હતું. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી.થોડા સમય પૂર્વે રાજકોટના સર્વેશ્વર ચોકમાં વોકળા બુરીને બનાવેલ રસ્તો તૂટી પડતા અનેક લોકો નીચે પટકાયા હતા. આ ઉપરાંત એક મહિલાનું મૃત્યુ પણ થયું હતું. આવી જ દુર્ઘટના મોરબીમાં થતી અટકી છે. શહેરના બાપા સીતારામ ચોકમાં વોકળા ઉપર પેવર બ્લોક નાખેલ હોય રોડ કોન્ટ્રાક્ટરનો કપચી ભરેલ ટ્રક અંદર ઘુસી ગયો હતો. આ ઉપરાંત એક બાઇક પણ દબાઈ ગયું હતું.હાલ ટ્રકને બહાર કાઢવા મથામણ ચાલી રહી છે.

[[$alsoread]]


વડોદરાના ડભોઈમાં પણ આવા ભૂવાના કારણે ઘટના બની શકે છે

ડભોઇ શિનોર ચોકડીથી નાંદોદી ભાગોળ સુધી આવેલી વન વિભાગ અધિકારી કચેરી નજીક આવેલી પાણીની પાઇપલાઇન પાસે મોટો ભૂવો છે. નગરપાલિકા દ્વારા વહેલી તકે તેના પર ઢાંકણું બેસાડાય તો અકસ્માતો રોકી શકાય. જ્યારે દશામાના મંદિર પાસે પણ બે જગ્યાએ ભૂવો પડી ગયો છે છતાં પણ સ્ટેટ હાઇવેના અધિકારીઓ અને નગરપાલિકાને આ ખાડા દેખાતા નથી. તંત્ર દ્વારા તાત્કાલિક આ ખાડા પૂરાય તેવી માગ છે.

વડોદરાના અટલ બ્રિજ પાસે પણ ભૂવો પડયો

શહેરના અટલ બ્રિજ નીચે રોટરી ક્લબ પાસે બપોરે રોડ બેસી જવાની ઘટના બની હતી. જોતજોતામાં ભૂવાએ આકાર લેતાં ત્યાંથી પસાર થતા વાહનચાલકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ભૂવો પડતાં સામાજિક કાર્યકર કમલેશ પરમારે ભૂવામાં બેસી વિરોધ દર્શાવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે શહેરમાં ચોમાસામાં ભૂવા પડતા હોય છે, પરંતુ ભરઉનાળે અનેક રોડ બેસી જવાની ઘટના બની રહી છે. જેને કારણે પાલિકાની રોડ બનાવવાની કામગીરી સામે સવાલ ઊભા થઈ રહ્યા છે.


  • Follow us on: