• અંબાજી માતાજીના દર્શન કરતા સિંહ પરિવારનો વીડિયો
  • અંદાજિત 300 ફૂટ ઉપર પહોંચ્યો સિંહ પરિવાર
  • બંધ મંદિર પાસે આસન લગાવી સિંહનો વીડિયો વાયરલ

જૂનાગઢમાં માતાજીની આરાધના કરતા સિંહ-સિંહણ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. અંબાજી માતાજીના દર્શન કરતા સિંહ પરિવારનો વીડિયો સામે આવ્યો છે. એક સાથે ચાર સિંહો વિસ્તારમાં જોવા મળ્યા છે. અંદાજિત 300 ફૂટ ઉપર સિંહ પરિવાર પહોંચ્યો હતો. તેમાં બંધ મંદિર પાસે આસન લગાવી બેસતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

વિસાવદરના સત્તાધાર પાસેનો વીડિયો વાયરલ થયો

[[$googlead]]

વિસાવદરના સત્તાધાર પાસેનો વીડિયો વાયરલ થયો છે. તેમાં માતાજીની આરાધના કરતાં સિંહ-સિંહણ દેખાય છે તેવો લોકો દાવો કરી રહ્યા છે. અંબાજી માતાજીના દર્શન કરતાં સિહ પરિવારનો વીડિયો છે. જેમાં એક સાથે ચાર સિંહો વિસ્તારમાં ફરતા જોવા મળ્યા છે. તમાં અંદાજિત 300 ફૂટ ઉપર સિંહ પરિવાર પહોંચ્યો છે. બંધ મંદિર પાસે સિંહ આસન લગાવી બેસતા વીડિયો વાયરલ થયો છે. વિસાવદરના સતાધાર પાસેનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા લોકો શેર કરી રહ્યાં છે.

[[$alsoread]]

ક્યારેક જ જોવા મળતી ઘટના વિસાવદર પંથકમાં જોવા મળી

ક્યારેક જ જોવા મળતી ઘટના વિસાવદર પંથકમાં જોવા મળી છે. જેમાં વિસાવદરની ડુંગર ટેકરી પર અંબાજી માતાજીનું મંદિર છે. જેમાં વેદો પુરાણો અને શાસ્ત્રોમાં અંબાજી માતાજીનું વાહન સિંહ છે. સિંહ સવારી કરતા અંબાજી માતાજીના મંદિરે સિંહનો પરિવાર દર્શન કરવા પહોંચ્યો હોય તેવો વીડિયો સામે આવ્યો છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે ત્યારે આસ્થાનું કેન્દ્ર ગણાતા અંબાજી માતાના મંદિરે સિંહ પરિવાર દર્શન કરવા આવ્યા હોય તેવું લોકો કહી રહ્યા છે. સિંહ અંબાજી માતાજીના મંદિરમાં માતાજીની મૂર્તિ સામે બેઠો જોવા મળી રહ્યા છે.

એક બે નહીં પરંતુ ચાર સિંહો મંદિરની સામે દેખાય છે

વિસાવદર પંથકમાં આવેલી ડુંગરની ટેકરીઓ હરિયાળી સોળે કળાએ ખીલી છે ત્યારે વનનો રાજા આ સૌંદર્યને માણવા સિંહ પરિવાર સાથે જોવા મળ્યો છે. સિંહ પરિવાર અંબાજી માતાજીના મંદિરે દર્શન કરવા પહોંચ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અંબાજી માતાજીના દર્શન કરતાં સિંહ પરિવારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એક બે નહીં પરંતુ ચાર સિંહો મંદિરની સામે દેખાય છે.


  • Follow us on: