- પશ્ચિમ, ઉત્તર અને મધ્ય ઝોનમાં સાંજે પાણીકાપ
- કોતરપુર વોટર વર્કસમાં કામગીરીના લીધે પાણીકાપ
- શુક્રવારે પાણીના ઉપલબ્ધ જથ્થાને આધારે સપ્લાય આપવામાં આવશે
અમદાવાદના 3 ઝોનમાં પાણીકાપ ઝીંકાયો છે. તેમાં પશ્ચિમ, ઉત્તર અને મધ્ય ઝોનમાં સાંજે પાણીકાપ આપવામાં આવ્યો છે. જેમાં કોતરપુર વોટર વર્કસમાં કામગીરીના લીધે પાણીકાપ મુકાયો છે. પાણીના કાપને લઈને લોકોએ આજે સમસ્યા ભોગવવી પડે તેવી શક્યતા છે.
વોટર વર્કસમાં નવી કામગીરીને લઈને પાણી કાપ રહેશે
વોટર વર્કસમાં નવી કામગીરીને લઈને પાણી કાપ રહેશે. પાણીના ઉપલબ્ધ જથ્થાના આધારે શુક્રવારે સવારે અને સાંજે પાણી પુરવઠો અપાશે. ટેક્નિકલ કારણોસર કોતરપુર વોટર વર્કસમાં શટડાઉન રહેશે. જેમાં સાંજનો પાણી સપ્લાય બંધ રહેશે. ત્યારે AMC ઈજનેર વિભાગ દ્વારા જાહેર નોટિસ મારફતે શહેરીજનોને જાણ કરાઈ છે. AMC સંચાલિત કોતરપુર વોટર વર્ક્સમાં ટેકનિકલ કારણોસર વેસ્ટર્ન ટ્રન્ક મેઈન્સ શટડાઉન કરવાને કારણે આજે ગુરુવારે સાંજના સમયે પાણીનો સપ્લાય બંધ કરશે અને તેના લીધે શહેરના રાણીપ સિવાયના પશ્ચિમ ઝોનના વિસ્તારોમાં સાંજે પાણી કાપનો સામનો કરવો પડશે. તા. 24 નવેમ્બર, શુક્રવારે સવારે અને સાંજના સમયે પાણીના ઉપલબ્ધ જથ્થાને આધારે પાણીનો સપ્લાય આપવામાં આવશે. નાગરિકોની સરળતા માટે AMC ઈજનેર વિભાગ દ્વારા જાહેર નોટિસ મારફતે શહેરીજનોને જાણ કરાઈ છે.
વેસ્ટર્ન ટ્રન્ક મેઈન્સમાં થયેલ લીકેજની કામગીરી હાથ ધરાશે
આજે સાંજે સાબરમતી, વાડજ, નારણપુરા, નવરંગપુરા, આંબાવાડી, પાલડી, વાસણા, વગેરે વિસ્તારમાં પાણીનો સપ્લાય આપવામાં આવશે નહીં. આમ, વિસ્તારોના રહીશોને સાંજે પાણી કાપનો સામનો કરવો પડશે. AMC ઈજનેર વોટર પ્રોજેક્ટ અંતર્ગત કોતરપુર વોટર વર્ક્સનો પાણી પુરવઠો શહેરના પશ્ચિમ ઝોનનાં વોટર ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશનોને પૂરો પાડવા 6 માટે કોતરપુર વોટર વર્ક્સના ત્રણ - વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આંતરિક જોડાણ કરવામા આવનાર છે અને કોતરપુર વોટર વર્ક્સથી તપોવન સર્કલ થઈ પ્રમુખસ્વામી મહારાજ રોડ (સૃષ્ટિ આર્કેડ) સુધી જુદા જુદા વ્યાસની એમએસ પાઈપલાઈન નાખી હયાત 1300 મિમી વ્યાસની - લાઈન સાથે જોડાણ કરવાની કામગીરી - કરવાની છે, જે અંતર્ગત 650 એમએલડી ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની હયાત 1600 મિમી વ્યાસની વેસ્ટર્ન ટ્રન્ક મેઈન્સમાં બટરફ્લાય વાલ્વ, 5 ફ્લો મીટર ઈનસ્ટોલ કરવાની તથા નવી નાખવામાં આવેલી 1600 મિમી વ્યાસની લાઈનનું હયાત લાઈન સાથે જોડાણની કામગીરી કરાશે. સાબરમતી પાવર હાઉસ પાસેના નદી પરના રેલવેબ્રિજ નીચે 1600 મિમી વ્યાસની વેસ્ટર્ન ટ્રન્ક મેઈન્સમાં થયેલ લીકેજની કામગીરી હાથ ધરાશે.









