આજ રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજયપાલ આચાર્ય દેવવ્રતજી કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી.આર.પાટીલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂત, ગૃહ મંત્રી હર્ષ સંઘવી તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં જળ સંચય જન ભાગીદારી હેઠળ બનાસકાંઠા જિલ્લામાં રિચાર્જ કુવા નિર્માણનો પ્રારંભ કરાયો છે. આ કાર્યક્રમ દાંતીવાડા તાલુકાના ચોડુંગરી ગામ ખાતે યોજાયો છે.


[[$googlead]]

રાષ્ટ્રવ્યાપી કેચ ધ રેઈન અભિયાનનો પ્રારંભ કરાવ્યો

જળ એ જીવન છે — અને જો પાણી નહીં હોય તો જીવન અસ્તિત્વમાં જ રહી નહીં શકે. સમગ્ર દેશમાં ભૂગર્ભ જળને બચાવી શકાય તથા તેના તળ ઊંચા લાવી શકાય તેવા ઉમદા હેતુથી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રવ્યાપી જળ શક્તિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વરસાદી પાણી બચાવવા માટે રાષ્ટ્રવ્યાપી કેચ ધ રેઈન અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. તેમણે આ અભિયાનને "જન આંદોલન" બનાવવાની અપીલ કરી હતી, જેથી દરેક નાગરિક પાણી બચાવવાના પ્રયાસોમાં સહભાગી બની શકે અને આનું સારું પરિણામ મળી રહ્યું છે.

[[$alsoread]]

પાણીને લઈ સીઆર પાટીલનું નિવેદન

આખા દુનિયાની 18 ટકા વસ્તી આપણા દેશમાં છે, બનાસકાંઠા ડાર્ક ઝોનમાં છે, દેશભરમાં ઉંડા ભૂગર્ભ જળને ઉંચા લાવવામાં આવશે. અનેક દાતાઓ જળસંચન અભિયાનને મદદ કરી રહ્યાં છે, ભારત પાસે 4 ટકા પીવાલાયક પાણીનો જથ્થો છે. નર્મદાની યોજના સાકાર થવી તે પીએમનો સંકલ્પ હતો, નદીઓને જોડવાના અભિયાનની શરૂઆત પણ પીએમ મોદીએ કરાવી છે. દેશના 18 ટકા પશુઓ બનાસકાંઠામાં છે.ડાર્ક ઝોનમાંથી બનાસકાંઠાને બહાર લવાશે.

ગામનું પાણી ગામની સીમમાં રહેવું જોઈએ : સી.આર.પાટીલ

તળાવ બન્યા એટલે પાણીનો સંગ્રહ કરી શકયા છે, કેચ ધ રેઈન અભિયાનને આગળ વધારવાનો પ્રયાસ છે, પીએમ મોદીના રાજમાં ટેન્કર શાસન બંધ થયું છે. પીએમના આહ્વવાનને દેશવાસીઓએ ઝીલ્યું છે, સૌની યોજના અને નર્મદા યોજનાથી ટેન્કર રાજ બંધ થયા, ગુજરાતના 3 જિલ્લાઓ ડાર્ક ઝોનમાં છે, જળ સંચય અભિયાનમાં બનાસ ડેરી પણ જોડાઈ છે.

જળ સંચય માટે હર્ષ સંઘવી 1 કરોડ રૂપિયા આપશે : સી.આર.પાટીલ

ભવિષ્યમાં પાણીની સમસ્યા ના ઉદ્ભવે તે માટે જળ સંચય જરૂરી છે, વરસાદી પાણીનું એક ટીપું જમીનમાં ઉતારવા માટેનો સંકલ્પ છે, કેચ ધ રેઈન અભિયાનને આગળ વધારવાનો પ્રયાસ છે, દરેક જિલ્લામાં 75 તળાવો બન્યા, જળ સંચય કરીશું તો જીવન બચાવી શકીશું, આ ચોમાસામાં જળ બચાવી ડાર્ક ઝોનમાંથી બહાર નીકળવાનો પ્રયાસ, જળસંચને લઈ હરહંમેશ માટે પીએમ મોદીનું માર્ગદર્શન મળતુ રહે છે.

દરિયામાં વહી જતુ પાણી રોકવા માટેનો પ્રયાસ : સી.આર.પાટીલ

જળક્રાંતિ લાવવાનો પ્રાટીલનો પ્રચંડ પ્રયાસ, સીઆર પાટીલે જળસંચયનું મહત્વ સમજાવ્યું, ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં રહેવું જોઈએ, દેશના 150 જિલ્લાઓ ડાર્કઝોનમાં છે, કુવાઓ અને બોરમાં પાણી રહે તે માટે પ્રયાસો કરવા જરૂરી છે, જળ સંચય અભિયાનને રાજય સરકાર આગળ વધાવી રહી છે.

પાણીના સંગ્રહની સૌથી વધારે તાકાત જમીનમાં : સી.આર.પાટીલ

વરસાદના પાણીનો સંગ્રહ કરવા કુવાને રિચાર્જ કરાશે, જિલ્લાના 50 હજાર કૂવાઓને રિચાર્જ કરવામાં આવશે, સી.આર.પાટીલે પાણીનો સંગ્રહ કરવા શપથ લેવડાવ્યા, જિલ્લામા રિચાર્જ કુવાનો શુભારંભ થયો છે.

બનાસકાંઠા જિલ્લામાં કુલ ૫૦ હજાર જેટલા રિચાર્જ કુવા બનાવવામાં આવશે

બનાસકાંઠા જિલ્લામાં કુલ ૫૦ હજાર જેટલા રિચાર્જ કુવા બનાવવામાં આવશે જેનું મહાનુભાવોના હસ્તે ખાતમુર્હુત કરાશે. જેમાં ૨૫ હજાર રિચાર્જ કુવા બનાસ ડેરી દ્વારા બનાવવામાં આવશે. બનાસકાંઠામાં જળ સંચયને લગતા કાર્યો થકી આગામી સમયમાં ભૂગર્ભ જળના તળને ઊંચા લાવી શકાશે અને જળ સંચયનું કાર્ય કરી શકાશે.

બનાસકાંઠામાં 50 હજાર કૂવા રીચાર્જ કરવાનો રાજય સરકારનો સંકલ્પ : ભૂપેન્દ્ર પટેલ

ઓપરેશન સિંદૂર માટે સેનાના જવાનોને સલામ, સૌનો સાથ સૌનો વિકાસની પરંપરા પીએમએ વિકસાવી, પીએમએ આપતિને અવસરમાં ફેરવવાનું કામ કર્યુ, પાણી પહેલા પાળ બાંધવાની દિશા નરેન્દ્ર મોદીએ બતાવી, સમગ્ર રાજયમાં 1 લાખ જેટલા જળ સંચયના કામો પૂર્ણ થયા, ગુજરાતમાં અલગ- અલગ યોજનાઓથી પાણીને લઈ કામગીરી કરાશે. 

રાજયનું પાણી રાજયમાં રહેશે તો ખેતીને લાભ થશે : ભૂપેન્દ્ર પટેલ

આપણી સંસ્કૃતિમાં પાણીને પરમેશ્વરનું સ્થાન મળ્યું છે, જન શકિતને જળ શકિત સાથે જોડવામાં આવશે. ભૂર્ગભ ઝળ ઉંચા લાવવા માટે સરકાર પ્રયત્નશીલ છે.

 ચેકડેમો પણ બનાવામાં આવશે

રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાન, સરદાર પટેલ સહભાગી સિંચાઈ યોજના, અટલ ભુજલ યોજના, સૌની યોજના, વનબંધુ કલ્યાણ યોજના, પાનમ હાઈ લેવલ કેનાલ, કડાણા હાઈ લેવલ કેનાલ, જળાશયો આધારીત ઉધ્વહ્નન સિંચાઈ યોજનાઓ, કુવા અને બોર રીચાર્જ, તળાવ ઊંડા કરવા, ચેકડેમ બનાવવા, ખેત તલાવડી બનાવવી, નવીન બોર બનાવવા, વધુમાં વધુ વૃક્ષારોપણ કરવું તેના માટે સતત કાર્યો કરવામાં આવી રહ્યા છે.


  • Follow us on: