• લીકેજ રિપેરિંગના કારણે બુધવારે શહે૨ના 80% વિસ્તારમાં પાણી કાપ મુકાયો
  • બુધવારે અને કેટલાક વિસ્તારમાં ગુરુવારે પીવાનું પાણી નહી આવે
  • પાલિકાના કુલ 80થી 100 વ્યકતિઓ આવતીકાલે સાત જગ્યાએ કામગીરી શરુ કરશે

બુધવારે સુરતમાં એક સાથે સાત સાત જગ્યાએ પાણીની લાઇનના રિપેરિંગની કામગીરી શરુ કરવામાં આવશે. લીકેજ રિપેરિંગને કારણે બુધવારે શહે૨ના 80 ટકા વિસ્તારમાં પાણી કાપ મુકવામાં આવ્યો છે. બુધવારે અને કેટલાક વિસ્તારમાં ગુરુવારે પીવાનું પાણી નહી આવે. રાંદેર ઝોનને બાદ કરતા શહેરના લગભગ દરેક વિસ્તારમાં પીવાના પાણીનો કાપ રહેશે. પાલિકાના હાઇડ્રોલીક વિભાગની પાંચ અને હેડ વોટર વર્કસ વિભાગની ત્રણ ટીમ મળી કુલ 80થી 100 વ્યકતિઓ આવતીકાલે સાત જગ્યાએ કામગીરી શરુ કરશે. આ કામગીરી માટે અલગ અલગ પાંચ એજન્સીને જવાબદારી સોંપવામાં આવી છે.

આ કામગીરી દરમિયાન પાણી પુરવઠો બંધ રાખવામાં આવશે. સમગ્ર કોટ વિસ્તાર, અઠવાલાઇન્સ, ઉધના, વરાછા, કતારગામ સહિતના વિસ્તારોમાં બુધવારે બપોર બાદ પાણી મળશે નહીં. ગુરુવારે સવારે પણ પાણી પુરવઠો અવરોધાશે. પાણી ઓછા પ્રેશરથી મળશે. રાંદેર, પાલ, પાલનપોર, અમરોલી, મોટાવરાછા, I અબ્રામા વિસ્તારમાં પાણી મળશે. તે સિવાય 80 ટકા વિસ્તારોને પાણી પુરવઠો આપી શકાશે નહી

  • Follow us on: