ઉનાળાની શરૂઆતની સાથે જ ભુજ શહેરમાં ટેન્કરરાજ જોવા મળી રહ્યું છે,શહેરના અનેક વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે ત્યારે પાણીની સમસ્યાને પહોંચીવળવા માટે પાલિકા દ્વારા ટેન્કર દોડવામાં આવી રહ્યા છે.
કચ્છમાં પાણીના ફેરા માટે ટેન્કરરાજ
ગુજરાત સરકાર ટેન્કર મુક્ત ગુજરાતની વાતો કરે છે પરંતુ કચ્છના પાટનગર ગણાતા ભુજ શહેરમાં આજે પણ ટેન્કર રાજ જોવા મળે છે શહેરમાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે ત્યારે ઉનાળાની શરૂઆત સાથેજ ભુજમાં પાણીની સમસ્યા સર્જાય છે શહેરના અનેક વિસ્તારમાં લોકોને ત્રણ-ચાર દિવસે પાણી મળી રહયું છે,શહેરમાં ઊભી થયેલી પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે પાલિકા દ્વારા ટેન્કર દોડાવામાં આવી રહ્યા છે,પાલિકા હસ્તકના પાંચ ટેન્કર મારફતે દરરોજ 60 જેટલા પાણીના ટેન્કરના ફેરા કરવામાં આવી રહ્યા છે.
ત્રણ ચાર દિવસે પાણી મળતો હોવાનો આક્ષેપ
ઉનાળા લઈને પાલિકા દ્વારા આગોતરું આયોજન કરીને પાણીની સમસ્યા પહોચી વળવા માટે પાલિકાએ એક્શન પ્લાન તૈયાર કર્યો હોવાનો દાવો કર્યો હતો, પરંતુ ઉનાળાના પ્રારંભ સાથેજ ભુજમાં પાણીની સમસ્યા વિકટ બની છે, હાલમાં પાલિકા દ્વારા પાંચ પાણીના ટેન્કર દોડાવવામાં આવી રહ્યા છે,જે વિસ્તારમાં પાણી સમસ્યા હોય તેવા વિસ્તારમાં 200 રૂપિયા વસૂલી પાલિકા ટેન્કર મારફતે પાણી પહોંચાડી રહી છે ભુજ શહેરમાં પાણીની વિતરણ વ્યવસ્થા સંપૂર્ણ નર્મદા આધારિત છે.જેના કારણે શહેરમાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યા યથાવત રહી છે,હાલ ઉનાળાના પ્રારંભે જ શહેરમાં ટેન્કર રાજ જોવા મળી રહ્યું છે,આગામી દિવસોમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બને તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.









