જૂનાગઢના કેશોદમાં કૃષ્ણનગર વિસ્તારમાં પાણીની રેલમછેલના દ્રશ્યો સર્જાયા છે. નપાનો કૂવો છલકાતા રોડ-રસ્તા પર પાણી ફરી વળ્યું છે. લોકોને પીવાલાયક પાણીની અછત વચ્ચે હજારો લિટર પાણીના વેડફાટને લઇ સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે.


[[$googlead]]

હાલ ઉનાળાની જોરદાર શરૂઆત થઈ ગઈ છે અને આજુ બાજુના ગામોમાં ચાર પાંચ દિવસે પાણી મળે છે. તો બીજી તરફ વહીવટી તંત્રની બેદરકારીના કારણે જનતા હાલાકી ભોગવી રહી છે. રાહદારીઓમા મોટી નારાજગી જોવા મળી હતી. મીડિયા દ્વારા જયારે સવારે મુલાકાત લેવામાં આવી ત્યારે કોઈ અધિકારી કે કોઈ કર્મચારી જોવા મળ્યા નહોતા.

કેશોદમાં કૃષ્ણનગર વિસ્તારમાં પાણીની રેલમછેલને લઇ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. સ્થાનિકોનું કહેવું છે કે, હજારો લીટર પાણી વેડફયુ તેનું શું અને જવાબદાર કર્મચારી સામે પગલા કેમ ન લેવાવા જોઇએ. જો કે અધિકારી કોઇ કામગીરી કરે છે કે નહી તે જોવું રહ્યું. 

[[$alsoread]]
  • Follow us on: