- જુનાગઢમાં વરસાદ બાદ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો
- સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો લાગી
- સિવિલ હોસ્પિટલમાં ઝાડા ઊલટીના 150 અને મેલેરિયાના 2 કેસ નોંધાયા
જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં રોજના હજારો દર્દીઓ સારવાર માટે આવે છે. ત્યારે જુનાગઢ જિલ્લા સહિત આસપાસના જિલ્લાઓમાંથી અહીં સર્જરીથી લઈ અનેક રોગોનો ઈલાજ કરવામાં આવ્યો છે. જ્યારે ઓગસ્ટ મહિનાના દર્દીઓની સંખ્યાની જો વાત કરવામાં આવે તો 800 થી 1000 જેટલા રોજના દર્દીઓ અને સારવાર માટે આવે છે.
જુનાગઢમાં રોગચાળો વક્યો
સિવિલ હોસ્પિટલમાં શ્વસન તંત્રના 88 જેટલા કેસ, ઝાડા ઊલટીના 150 કેસ, મેલેરિયાના 2 કેસ, ટાઈફોઈડ 4 કેસ અને ડેન્ગ્યુના એક પણ કેસ નથી. તો બીજી તરફ હાલ વરસાદે વિરામ લીધો છે ત્યારે ઘણી જગ્યાએ પાણી ભરેલું હોય છે. જે પાણીમાં મચ્છર થવાની સંભાવના ખૂબ જ છે. જેથી મચ્છરજન્ય રોગ પણ વધી શકે છે. તેનાથી બચવા માટે લોકોએ શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા જોઈએ ખાસ કરીને નાના બાળકો અને સગર્ભા માતાઓએ મચ્છરદાની માં ઊંઘવું હિતાવહ છે. તેમજ આવનાર સમયમાં ઝાડા ઉલટીના કેસોમાં પણ વધારો થવાની શક્યતા છે.
વાયરલ ફીવરના દૈનિક કેસ 400થી વધુ નોંધાઈ રહ્યા છે
વડોદરા જિલ્લામાં પુર બાદ રોગચાળો વકર્યો છે અને શહેરની એસ.એસ.જી હોસ્પિટલમાં વરસાદમાં પણ દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઈફોઈડ, શરદી, ઉધરસના કેસો સતત વધી રહ્યા છે અને દર્દીઓની લાંબી લાઈનો હોસ્પિટલમાં લાગી છે.
ઝાડા અને ઉલટીના પણ દૈનિક 600થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે
ત્યારે જો વાયરલ ફીવરના દૈનિક કેસની વાત કરીએ તો તે 400થી વધુ નોંધાઈ રહ્યા છે. જો કે હજુ પણ પાલિકા દ્વારા રોગચાળાના આંકડા આપવામાં આવ્યા નથી. ત્યારે જિલ્લામાં ઝાડા અને ઉલટીના પણ દૈનિક 600થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે અને મિક્સ પાણી આવવાના કારણે ચામડીના રોગમાં પણ વધારો થયો છે. તેની વચ્ચે આઈ.એમ.એ દ્વારા પણ રોગચાળો કહેર મચાવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.









