આણંદના પેટલાદના ધર્મજ ગામે પાણી જન્ય રોગચાળો ફેલાયો છે,કમળાના કેસો નોંધાતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે અને ઘરે જઈને લોકોના સ્વાસ્થયની તપાસ કરી રહ્યું છે,ગામના વિવિધ વિસ્તારમાં કમળાના 21 કેસ નોંધાયા છે.ગાંધી ચોક, હરીજન વાસ, ચામુંડા વિસ્તાર,ભવાનીપુરા શહીત વિવિધ વિસ્તારમાં કમળાના કેસ નોંધાયા છે,આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ગામમાં દોડી આવ્યા છે અને તપાસ કરી રહ્યાં છે.


[[$googlead]]

આરોગ્ય વિભાગની 11 ટીમ લાગી કામે

આણંદના પેટલાદના ધર્મજ ગામે પાણીજન્ય રોગચાળો ફેલાયો છે જેના કારણે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે,અધિકારીઓએ રોગચાળાનો ભોગ બનેલા દર્દી અને વિસ્તારની મુલાકાત લીધી છે અને આરોગ્ય વિભાગની અલગ-અલગ ટીમો કામ કરી રહી છે.તો બીજી તરફ તાલુકા પંચાયત દ્વારા પાણીની લીકેજ પાઈપનું રીપેરીંગની કામ હાથ ધરવામાં આવ્યું છે.

[[$alsoread]]

મચ્છરનું ઉત્પાદન વધ્યું !

ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તેમજ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7થી 10 દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યેં બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્‍૫તિ વધી જાય છે.

ઉકાળેલુ પાણી પીવુ જોઈએ

વાતાવરણને કારણે પણ વાઇરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ખતરો વધી જાય છે તેવામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે અને પાણીજન્ય રોગથી બચવા માટે ઓછામાં ઓછી 20 મિનિટ જેટલું પાણી ઉકાળીને ઠંડું પાડીને ગાળીને પીવું જોઈએ.ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે અને આ વર્ષે વરસાદ હજું પણ સતત પડી રહ્યો છે જેના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. શહેરના ખાનગી દવાખાનાઓ અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે.


  • Follow us on: