ભર ઉનાળે માવઠું થયા બાદ રાજ્યમાં હજુ પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી છે. 21 મે બાદ રાજ્યમાં વરસાદ ગતિમાં વધારો થશે તેથી અનેક શહેરોમાં મેઘરાજા મન મૂકીને વરસશે. અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રી આસપાસ નોંધાયું છે.


[[$googlead]]

ગુજરાતના આ શહેરોમાં વરસાદ બોલાવશે ભુક્કા

વાતાવરણ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં આગામી 7 દિવસ છુટાછવાયાથી ભારે વરસાદની આગાહી છે. આજે ગીર સોમનાથ, અમરેલીમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દીવ, ભાવનગર, મહિસાગરમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદામાં પણ વરસાદની આગાહી છે.

[[$alsoread]]

હવામાન વિભાગ અનુસાર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, 21 મે બાદ રાજ્યમાં વરસાદ ગતિમાં વધારો થશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. સાથે જ 22થી24 મે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. જેમાં અમરેલી, ભાવનગર, વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે. નવસારી, તાપી, ડાંગ પણ મેઘરાજા મહેરબાન થશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 24 મેએ રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

મે મહિનાના અંતમાં ગુજરાતમાં વાવાઝોડાનું અનુમાન

ગુજરાતમાં ચક્રવાતના સંકટની અંબાલાલ પટેલની આગાહી કરી છે. મેના અંતમાં ગુજરાતમાં ભર ઉનાળે અષાઢી માહોલ રહેશે. ચક્રવાત સક્રિય થતા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મહારાષ્ટ્ર અને ગોવાની વચ્ચે ચક્રવાત સકિય થતા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતભરમાં 23 મેથી 31 મે સુધી માવઠાની આગાહી છે. દરિયાઈ કાંઠાના વિસ્તારો વાવાઝોડાથી વધુ પ્રભાવિત થશે. સાથે જ દરિયાઇ કાંઠે પવનની ગતિ 100 કિમિ પ્રતિકલાકની ઝડપની રહેવાની શકયતા છે.


  • Follow us on: