ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે ત્યારે ફરીથી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના ભાગોમાં 12થી 15 જૂન સુધી વરસાદ થશે. સાથે જ પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાબરકાંઠા સહીતના ભાગોમાં વરસાદની આગાહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, જુલાઈ મહિનામાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે. આ વર્ષે ચોમાસુ એકંદરે સારુ રહેવાની શક્યતા છે.


પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ વરસ્યો હતો. ભરઉનાળે માવઠું આવતા ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 10થી 12 જૂનમાં મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. સાથે જ 12થી 15 જૂન રાજ્યના સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. 18 જૂન પછી બંગાળ ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનશે તેથી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. જુલાઈ મહિનામાં પવનનું જોર વધારે રહેશે અને ગાજવીજ થવાની શક્યતા છે.

ગુજરાતમાં જુલાઈ મહિનામાં સારો વરસાદ થવાની શક્યતા

ગુજરાતમાં 21થી 23 જૂન સુધી રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ રહેશે. 10થી 12 જૂન મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ રહેશે. સાથે જ 13 જૂનથી 15 જૂન દેશના ઘણા ભાગોમાં પૂરની શક્યતા છે. દેશના પૂર્વ ભાગ અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જુલાઈ મહિનામાં પણ સારો વરસાદ થવાની શક્યતા જોવા મળી રહી છે. સાથે જ આ વર્ષે ચોમાસુ સારૂં રહેશે એટલે કે ખેડૂતો માટે સારા સામાચાર કરી શકાય.


  • Follow us on: