• વસ્ત્રાપુર, સેટેલાઈટ વિસ્તારમાં ઝરમર વરસાદ
  • કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત
  • મહેસાણામાં વાવઝોડા સાથે વરસાદ 
અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઇ છે. તેમજ વસ્ત્રાપુર, સેટેલાઈટ વિસ્તારમાં ઝરમર વરસાદ શરૂ થયો છે. તથા બોપલ, ઘુમા વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. 

અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો
અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઇ છે. તેમજ વસ્ત્રાપુર, સેટેલાઈટ વિસ્તારમાં ઝરમર વરસાદ શરૂ થયો છે. તથા બોપલ, ઘુમા વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. મહેસાણાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મહેસાણામાં વાવઝોડા સાથે વરસાદ છે. તેમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, દ.ગુજરાતમાં કમોમસી વરસાદ રહેશે. તેમજ 27, 28 એપ્રિલે કમોસમી વરસાદ રહેશે. જેમાં બે દિવસ રાજ્યમાં 39 થી 40 ડિગ્રી તાપમાન રહેશે. તથા તાપમાન 40 ડિગ્રીને પાર જવાની શક્યતા નહિવત છે.

વાવાઝોડા સાથે બે દિવસ કમોસમી વરસાદ રહેશે
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે વાદળછાયુ વાતાવરણ રહેશે. જેમાં વાવાઝોડા સાથે બે દિવસ કમોસમી વરસાદ રહેશે. તથા અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં પવનની ગતિ તેજ રહેશે. જેમાં આવતીકાલ રાજ્યમાં કમોસમી વરસાદ રહેશે. તથા સૌરાષ્ટ્ર, કચ્છ. દક્ષિણ ગુજરાતમાં કમોમસી વરસાદ રહેશે. તેમાં 27 અને 28 એપ્રિલે રાજ્યમાં કમોસમી વરસાદ રહેશે. તથા બે દિવસ 39 થી 40 ડિગ્રી રહેશે. 
  • Follow us on:

[[$googlead]]