- દક્ષિણ ગુજરાતના ભાગોમાં થશે વરસાદ
- 24થી 26 જૂન મોટાભાગના વિસ્તારોમાં વરસાદ રહેશે
- હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબલાલ પટેલે વરસાદને લઈ મોટી આગાહી કરી છે,તેમના મતે ચોમાસું અગામી 72 કલાકમાં આગળ વધશે,72 કલાકમાં મોટાભાગના વિસ્તારોમાં રહેશે વરસાદ તો 28 જૂન આસપાસ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ રહેશે.3થી 5 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ રહેશે.
આ જગ્યાને લઈ વરસાદની આગાહી કરી અંબાલાલ પટેલે
આહવા, ડાંગ વલસાડમાં વરસાદની આગાહી કરાઈ છે.દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભાવનગર, બોટાદ,ખંભાત, કરજણ, બોડેલી,શિનોર, તારાપુર, કપડવંજ,ધોળકા, અમદાવાદ,વિરમગામ, પાલનપુર,મહેસાણા, પંચમહાલ,અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદની આગાહી કરાઈ છે.30 જૂન સુધી ગુજરાતના ઘણાં ભાગોમાં રહેશે વરસાદ,પશ્ચિમ ભારતના ભાગોમાં ભારે વરસાદ પડશે.અરબ સાગરનો ભેજ મળતા ગાજવીજ સાથે વરસાદ રહેશે.
30 જૂન સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદ હશે
23 જૂનથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શરૂઆત થશે અને ત્યારબાદ ચોમાસું 30 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં જામશે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 24થી26 જૂન વચ્ચે મેઘમહેર જોવા મળશે. આ ઉપરાંત તેમણે એ પણ જણાવ્યુ કે દક્ષિણ ગુજરાતમાં આજથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને 30 જૂન સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાની શકયતા છે.
વલસાડમાં સૌથી વધુ વરસાદ છે
દક્ષિણ સૌરાષ્ટ્ર, અમરેલી, ભાવનગર સહિત કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ તો પશ્ચિમ કાંઠાના વિસ્તારોમાં ઝરમર વરસાદનો માહોલ જોવા મળી શકે એવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યના 35 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં વલસાડના ઉમરગામમાં અઢી ઈંચ જ્યારે વલસાડ શહેરમાં સવા બે ઈંચ નોંધાયો છે.
અમદાવાદ હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે હાલ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. જેમાં વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. જોકે, આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યમાં પવનની ગતિ 40 થી 45 કીમી પ્રતિ કલાકની રહેશે, જેમાં વાવાઝોડા જેવા પવનનો અહેસાસ થશે. તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, ચોમાસું હજુ પણ નવસારીમાં જ અટક્યું છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી આવી રહી છે. પરંતું આવનારા 2 દિવસમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના છે.









