રાજયમાં આજથી ગરમીનું પ્રમાણ વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ત્રણ જિલ્લાનું તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું છે, સૌથી વધુ તાપમાન રાજકોટમાં 41ડિગ્રી નોંધાયું છે. બીજી તરફ રાજયમાં વરસાદી સિસ્ટમનું જોર ઘટયું છે જેના કારણે રાજયમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે.


[[$googlead]]

જાણો કયાં કેટલું તાપમાન નોંધાયું

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં 40.9 ડિગ્રી, કંડલામાં 40 ડિગ્રી, અમદાવાદમાં 36.9 ડિગ્રી, ગાંધીનગરમાં 36.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે, દ.ગુજરાત, સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે અને ઉત્તર, મધ્ય ગુજરાતમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

[[$alsoread]]

જૂનની શરૂઆતમાં વધુ વરસાદ પડશે

IMD અનુસાર, જૂનની શરૂઆતમાં વધુ વરસાદ પડશે. આ સમય દરમિયાન, સમગ્ર દેશમાં સામાન્ય કરતાં 108 ટકા વધુ વરસાદ પડશે. જૂનમાં ભારે વરસાદને કારણે, દેશના મોટાભાગના ભાગોમાં તાપમાન સરેરાશથી નીચે રહેવાની ધારણા છે, એટલે કે હીટવેવ નહીં આવે. જોકે, ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર-પૂર્વ ભારતમાં તાપમાન સામાન્યથી ઉપર રહી શકે છે.

ખેડૂતો માટે રાહતના સમાચાર

સામાન્ય કરતાં વધુ વરસાદ ખેડૂતો માટે સારા સમાચાર છે. ભારતના કૃષિ અર્થતંત્ર માટે સારું ચોમાસું ખૂબ જ મહત્વપૂર્ણ છે. IMD દ્વારા સુધારેલી વરસાદની આગાહી નીતિ નિર્માતાઓ અને જળ સંસાધન સંચાલકો માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. તેઓ હવે વરસાદની શક્યતાઓને ધ્યાનમાં રાખીને તેમની તૈયારીઓ આગળ ધપાવશે. હવામાન વિભાગના મહાનિર્દેશક ડૉ. એમ. મહાપાત્રાના જણાવ્યા અનુસાર, આ વર્ષે દક્ષિણપશ્ચિમ ચોમાસા દરમિયાન સરેરાશથી વધુ વરસાદની આગાહી જારી કરવામાં આવી છે. 

  • Follow us on: