ગુજરાતના અનેક શહેરોમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવતા વરસાદ શરૂ થયો હતો. અમરેલીના ગ્રામ્ય વિસ્તારો સહિત રાજકોટ અને બોટાદમાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. પવન સાથે વરસાદ તુટી પડતાં અસહ્ય ગરમીમાંથી લોકોને રાહત મળી હતી.


અમરેલીના સાવરકુંડલા તાલુકામાં વરસાદ

અમરેલી જિલ્લાના ગીર પંથકોમાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વાાવરણમાં એકાએક પલ્ટો આવ્યો હતો. પવન સાથે વરસાદ તુટી પડતાં અસહ્ય ગરમીમાં રાહત મળી હતી. સાવરકુંડલાના આંબરડી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ તુટી પડયો હતો. 15 મિનિટ ખાબકી ગયેલા વરસાદથી બજારો પાણી-પાણી થઇ હતી. જોકે હજુ સુધી સાવરકુંડલા પંથકમાં વાવણી લાયક વરસાદ નથી પડ્યો.

ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ

ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાંભા ગીરના નાની ધારી, લાસા, ધાવડીયા સહિત ગામોમાં ધોધમાર વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. ગ્રામ્ય વિસ્તારમાં વાવણી લાઈક વરસાદ પડતા ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ધોધમાર વરસાદથી ગ્રામ્ય વિસ્તારોના રોડ રસ્તા ઉપર નદી માફક પાણી વહેતા થયા હતા. ખાંભા ગીરના ગામડાઓ વિસ્તારમાં નદી નાળાઓમાં નવા આવ્યા છે.

બોટાદના ગઢડા તાલુકાના ઢસા ગામે વરસાદ

બોટાદના ગઢડા તાલુકાના ઢસાગામે શરૂ વરસાદ થયો હતો. સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ઉનાળાની અસહ્ય ગરમી બાદ વરસાદ શરૂ થયો હતો. તાલુકાના ઢસા, માલપરા, ઉમરડા, પાટના સહિતના ગામોમાં વરસાદ શરૂ હતો.

રાજકોટ શહેર બાદ ગ્રામ્યમાં પણ વરસાદ

રાજકોટ શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ જોરદાર વરસાદ જોવા મળ્યો હતો. રાજકોટ જિલ્લાના લોધિકા ખાતે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ હતો. વરસાદના કારણે ગામમાં નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. વરસાદ વરસતા લોકોને અસહ્ય ગરમી માંથી રાહત મળી હતી.


  • Follow us on: