અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં વીજળી કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભર ઉનાળે વરસાદ ખાબકતા ખેડૂતોના પાકને નુકસાન થવાનો ભય છે તો  બીજી તરફ વરસાદથી અસહ્ય ગરમી બાદ ઠંડક પ્રસરી છે. ભારે વરસાદ થતાં રસ્તો પર નદીથી જેમ પાણી વહી રહ્યા છે.


લીલીયા ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ

અમરેલીના લીલીયા ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગની આગાહીના પગલે લીલીયા ગ્રામ્યમાં કડાકા ભડાકા સાથે અનરાધાર વરસાદ થયો છે. લીલીયા સહિત તાલુકાના શેઢાવદર, ક્રાંકચ, પુંજાપદર વગેરે ગામડાઓમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. અસહ્ય ઉકળાટ અને બફારા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત મળી છે.

સાવરકુંડલામાં ભારે પવન સાથે વરસાદ

લીલીયાના શેઢાવદરની બજારોમાં નદીઓની માફક પાણી વહેતા થયા છે. અમરેલીના સાવરકુંડલા ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા ઓળીયા, કાનાતળાવ, નેસડી, બાઢડામાં વરસાદ આવ્યો છે. ભારે ઉકળાટ બાદ સાવરકુંડલામાં ભારે પવન સાથે વરસાદ થયો છે. આસપાસનાં વિસ્તાર ઓળીયા, કાનાતળાવ નેસડી બાઢડામાં વરસાદની શરૂઆત થઈ છે. બપોરબાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ જોવા મળ્યો હતો.


અમરેલીના બગસરા પંથકમાં વરસાદ

અમરેલીના બગસરા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. બગસરાના જૂની હળીયાદ, નવી હળીયાદ, માણેક વાડા, ઘન્ટીયાંણમાં પવન સાથે ગાજવીગ સાથે વરસાદ શરૂ થયો છે. અસહ્ય ગરમી વચ્ચે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. કમોસમી વરસાદના કરાણે ખેડૂતોના પાકને સતત નુકસાન થઈ રહ્યું છે.

અમરેલીના ખાંભા ગીરપંથકમાં કમોસમી વરસાદ

હવામાન વિભાગની આગાહી અનુસાર ફરી અમરેલી જિલ્લાના ખાંભા ગીર પંથકમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ખાંભા ગીરના ગામડાઓમાં કમોસમી વરસાદ શરૂ થતાં ખેડૂતોના પાકને નુકસાન થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ખાંભાના રાહા ગાળા વિસ્તારમાં કમોસમી વરસાદ થયો છે. ખાંભાના દાઢીયાળી, પીપળવા ગીદરડી સહિત ગામોમાં ફરી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અસહ્ય ગરમી અને ઉકરાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.


  • Follow us on: