હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો રાજયમાં બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવમાં આવી છે, વીજ કડાકા સાથે મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે તો બીજી તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી ઝાપટા રહેશે.
જાણો ગુજરાતમાં કયા અપાઈ વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામા આવે તો ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, દ્વારકા, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, વડોદરા, ખેડા અને આણંદમાં વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે.
કેરળ સુધી ચોમાસુ પહોંચવાની તૈયારીમાં
ચોમાસુ સામન્ય રીતે જુલાઈ મહિનાની શરૂઆતના સમયમાં કેરળ સુધી પ્રવેશી જતુ હોય છે અને 10 જુલાઈ સુધી સમગ્ર ભારતમાં વરસાદની માહોલ બનતો હોય છે અને સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં ચોમાસુ વિદાય લઈ લેતું હોય છે, પરંતુ આ વખતે વરસાદની સિસ્ટમ ભારતમાં થોડી અલગ દેખાઈ છે કારણકે આ વખતે કેરળમાં વહેલું ચોમાસુ બેઠુ છે અને વર્ષ 2009 પછી પહેલી વાર જુન મહિનામાં ચોમાસુ કેરળ સુધી પહોંચી ગયું છે.
ઉત્તર-પૂર્વના રાજ્યોમાં વરસાદનું એલર્ટ
આ જ રીતે અસમ, મેધાલય, મણીપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બિહાર, ઓરિસ્સા, મધ્ય પ્રદેશ, વિદર્ભ અને થત્તીસગઢમાં 3 થી 4 જૂન સુધી સતત વરસાદની સંભાવના જાહેર કરવામાં આવી છે. સ્કાઈમેટના વેધર અનુસાર આવનાર 24 કલાકોમાં સિક્કીમ અને પૂર્વ ભારતમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ કોંકણ, ગોવા, કર્ણાટક અને કેરળના તટના વિસ્તારોમાં હળવા વરસાદની સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે.









