રાજયમાં ગરમીની વચ્ચે હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે,તો વેસ્ટન ડિસ્ટર્બન્સની અસર રાજયમાં જોવા મળી છે,ખેડૂતોના તૈયાર થયેલા પાક પર પાણીના ફરી વળે તેને લઈ ખેડૂતોએ પણ ધ્યાન રાખવાની જરૂર છે અને ખુલ્લામાં પાક મૂકવો નહી,કોઈ પણ સમયે વરસાદ પડી શકે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.
હવામાન વિભાગની માવઠાની આગાહી
રાજ્યમાં ઉનાળા વચ્ચે માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે,31 માર્ચથી 3 એપ્રિલ વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે,રાજ્યના કેટલાક જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે છે તો 31 માર્ચે નર્મદા અને તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે,1 એપ્રિલે અમરેલી,ભાવનગર,સુરત,તાપી,નવસારી નર્મદા,છોટા ઉદેપુરમાં વરસાદ પડી શકે છે,ડાંગ,વલસાડમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે,2 એપ્રિલે સાબરકાંઠા,અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી
દાહોદ,ખેડા,પંચમહાલ,આણંદ,વડોદરા,બોટાદ,અમરેલી, ભાવનગર,ગીર સોમનાથ, છોટા ઉદેપુર, ભરૂચ,મહીસાગર,નર્મદા,સુરત,તાપી,નવસારી,વલસાડ,દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.
ભરૂચમાં પવનની ગતિ વધી
ભરૂચ જિલ્લામાં ગરમી વચ્ચે ઠંડી હવા અનુભવાઈ હતી. જ્યારે બીજી તરફ મહત્તમ તાપમાન એક ડિગ્રી વધીને 36 ડિગ્રી પહોંચ્યું હતું. ગરમીના કારણે બાઇક ચાલક ટોપી કે રૂમાલ માથે બાંધી ને જતા નજરે પડ્યા હતા. સાથે બપોરના સમયે લોકો જરૂર વગર ઘરની બહાર પણ નીકળવા નું ટાળી રહ્યા છે. આમ લઘુતમ તાપમાન 22 ડિગ્રીની આસપાસ અને પવનની ગતિ વધી ને 14 કિમી પ્રતિ કલાક નોંધાઈ હતી.









